Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોટાદના તુરખા રોડ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા સામે વિરોધ

Share

બોટાદ ખાતે તુરખા રોડ ઉપર ગોપાલ નગર નામનો વિસ્તાર આવેલ છે આ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવાની પહેરવી થઈ રહી છે ત્યારે આ વિસ્તારના લોકોએ વિરોધ કરે છે અને અહીંયા જો ટાવર ઉભો કરવામાં આવે તો લોકોને નુકસાન થાય એવું છે રેડીએશનથી નુકસાન થાય તેમ જ ભવિષ્ય કોઈ કુદરતી આફત આવે તો ટાવર પડે તો જાનહાની પણ થઈ શકે તેવી શક્યતા હોય તેમજ રહેણાકી વિસ્તારમાં ટાવર ન હોવો જોઈએ તેવી પણ તે લોકોની માંગ છે.

જ્યારે આ બાબતે ઓળખતા અને પૂછતા તેઓ જણાવે છે કે અમે નગરપાલિકાની પરમિશન લઈ લીધેલ છે તો શું નગરપાલિકા રહેણાકી વિસ્તારમાં પરમિશન આપે છે ? લોકોની સંમતિ લીધેલ છે? લોકોનું કહેવું છે કે આ કામ ફક્ત શનિ રવિમાં જ કરવામાં આવે છે જેથી કોઈ લોકો જે તે અધિકારીને ફરિયાદ ન કરી શકે અને ધીમે ધીમે ટાવર ઊભો થઈ જાય પરંતુ આ વિસ્તારના રહીશોનો સખત વિરોધ હોય આ ટાવરનું કામ બંધ રાખવું જોઈએ તેવી તેમની માંગ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના રામકુંડ ખાતે પરિક્રમાવાસીઓ વ્હારે સ્વયંસેવી સંસ્થાઓ આવી.

ProudOfGujarat

ઘોઘંબા : મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ચાલુ ફરજ દરમિયાન ખાનગી કાર્યક્રમમાં કલાકો સુધી હાજરી આપતા આપે કરી કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાનાં પગલે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!