Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોરબંદરમાં ગેરકાયદેસર મની લોન્ડરિંગ એક્ટીવિટીઝ સ્પેશ્યલ ડ્રાઇવને લઈ લોકદરબાર યોજાયો

Share

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગેરકાયદેસર મની લોન્ડરિંગ એક્ટીવિટીના કારણે ભોગ બનનારાઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતા અટકાવવા તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/૨૦૧૩ સુધી ઇનલીગલ મની લોન્ડરિંગ એક્ટીવીટી વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ. જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબનાઓ તથા પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ડ્રાઇવ સફળ રહે તેમજ ભોગબનનાર વ્યાજખોરોના ચુંગાલમાંથી બચે અને ભયમુકત થઇ ફરિયાદ અરજીઓ આપી શકે અને તેઓને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુથી પોરબંદર શહેર તથા ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિકક્ષકનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાના દરેક અધિકારીઓએ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ભોગ બનતા મજુરવર્ગ, નાના વેપારીઓ, નાના ખેડુતો, લારી ગલ્લાવાળાઓ તેમજ નાના વર્ગના લોકો સુધી આ ડ્રાઇવનું આયોજન પહોચે અને લોકોમાં જાગૃતતા લાવવા સારૂ કામગીરી કરવા જણાવેલ. જે અંતર્ગત બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પારાવાડા ગામે તેમજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બોખીરા ગામે લોકદરબાર યોજી વ્યાજખોરોના ત્રાસ, સીનીયર સિટીઝન તેમજ બાળકોને લગતા પ્રશ્નો અંગે તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ સખત પગલા ભરી અસરકારક કામગીરી કરવા તેમજ તેમના અધિકારોના રક્ષણ માટે જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

Advertisement

Share

Related posts

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

ProudOfGujarat

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે પોલિસ આવાસ યોજનાઓના લાભો એનાયત કરાશે.

ProudOfGujarat

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં, હવામાન વિભાગે કરી આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!