યુપીએલ યુનિવર્સિટી એ ઈજનેરી અને વિજ્ઞાપનના વિદ્યાર્થીઓ, આદિવાસી અને બેરોજગાર યુવાનો માટે વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે એક પ્રાયોગિક કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ હેતુ માટે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને એસ્પાયર ડિસ્પિટિવ સ્કિલ ફાઉન્ડેશને એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રો.શ્રીકાન્ત વાઘ, પ્રો.વોસ્ટ (I/C) અને મનોજકુમાર પુંદિર, જનરલ મેનેજર, એડીએસ ફાઉન્ડેશન દ્વારા એક એમઓયુ પર હસ્તાક્ષર કરવમાં આવ્યા હતા. જેમાં અશોક પંજવાણી, પ્રમુખ યુપીએલ યુનિવર્સિટી, અંગીરસ શુકલા, સેક્રેટરી, અંકેલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી, ડૉ. ચંદન ચેટર્જી, એડીએસ ફાઉન્ડેશન અને અન્ય સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.
આ એમઓયુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, બેરોજગાર અને અકુશળ યુવાનોને વિશ્વ કક્ષાના કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો પ્રદાન કરીને તેમને પહેલા દિવસથી નોકરી માટે તૈયાર વ્યવસાયિકોમાં પરિવર્તિત કરીને તકો પૂરી પાડશે.
વિદ્યાર્થીઓના હિત અને સ્થાનિક ઉદ્યોગોની માંગને સમજવા માટે એક સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ તે મુજબ ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવશે. હાલમાં સત્તાવાળાઓએ GMDC ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ સાથે CNC મિલિંગ પર NSDC પ્રમાણિત કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
બાદમાં વિવિધ કૌશલ્ય વિકાસ, સરકારી એજન્સીઓ અને ઉદ્યોગોના સહયોગથી યુપીએલ યુનિવર્સિટીમાં વિશ્વ કક્ષાની કૌશલ્ય વિકાસ તાલીમ આપીને યુવાનો અને મહત્વાકાંક્ષી ઉદ્યમીઓને સશકત બનાવવા માટે વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વિકસાવવામાં આવશે.