Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાદરામાં એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી

Share

વડોદરા જિલ્લાના પાદરાના જાસપુર રોડ આવેલી એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી કંપનીમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ભીષણ આગના પગલે કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પાદરાના જાસપુર રોડ પર એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતા ન્યૂટ્રી બાયો સોલ્યુશન લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

Advertisement

આ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે મહુવડના ફાયર ફાઇટર અને વડોદરાના મકરપુરાના ફાયર ફાઇટરને પણ આગ બુઝાવવા માટે બોલાવવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ આ ભીષણ આગ પર કાબુ મેળવી શકાયો હતો. એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી ન્યુટ્રી બાયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલી એનિમલ ફાર્મા ડિપાર્ટમેન્ટમા કેવી રીતે ભીષણ આગ લાગી તેનું કારણ હજુ અકબંધ છે. આગના પગલે કંપનીમાં ભારે નુકસાન થયું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ઘટના પગલે પાદરા પોલીસ તથા મામલતદાર કચેરીના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8 કલાકે 128.82 મીટર નોંધાઈ.

ProudOfGujarat

વ્યારા :મહાત્મા જ્યોતિબા ફૂલે અને ડૉ.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

કમલમમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વ્યવસ્થાના ભાગરૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!