Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે 8 કલાકે 128.82 મીટર નોંધાઈ.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિનો માહોલ છે તેવામાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ સાઉથ ગુજરાત તરફ વરૂણદેવ અનરાધાર પોતાની કૃપા વરસાવી રહ્યા છે. જેમાં સરદાર સરોવર સરોવર ડેમની સપાટીમા વધારો નોંધાયો છે. નર્મદા ડેમની પાણીની સપાટી છેલ્લા 24 કલાકમાં 31 સેન્ટિમીટર જેટલી વધી છે અને નોંધાયેલ આંકડા મુજબ સવારે 8 વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 128.82 મીટર નોંધાયેલ છે. આ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. હાલ પાણીની આવક 1,00, 606 કયુસેક જેટલી નોંધાયેલ છે, છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 62,919 ક્યુસેક નોંધાય છે જેની સામે રિવરબેડ પાવર હાઉસમાંથી નદીમાં પાણીની જાવક 32,843 ક્યુસેક નોંધાય છે. જો નર્મદા ડેમની પાણીની સપાટી 130 મીટરને વટાવશે તો નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાશે.

Advertisement

Share

Related posts

સજોદ મા બાળકો એ ઝેરી પદાર્થ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં..

ProudOfGujarat

ભરૂચ શહેર ૧૦૮ ના સ્ટાફે ચાલુ વાહને કરાવી પ્રસુતિ માતાએ આપ્યો તંદુરસ્ત બાળકીને જન્મ-પરિવારે ખુશી વ્યક્ત કરી ૧૦૮ ને બિરદાવી…

ProudOfGujarat

એ.પી.એમ.સી.નાં મોસાલી સબયાર્ડ ખાતે આગામી તારીખ ૩૧ મી માર્ચનાં મંગળવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન શાકભાજી અને ફ્રુટ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવનાર છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!