Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સજોદ મા બાળકો એ ઝેરી પદાર્થ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં..

Share

અંકલેશ્વર નાં સજોદ ખાતે ખેત મજૂરોનાં બાળકોએ ભૂલમાં કોઈક ઝેરી પદાર્થ ખાઈ લેતા પાંચ બાળકોની તબિયત લથડી હતી, જે તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નાં સજોદ ખાતે ખેત મજૂરીનું કામ કરતા મજૂરોનાં પાંચ બાળકોએ ભૂલ થી કોઈક ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો,જેના કારણે બાળકોની તબિયત લથડી હતી,અને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

આ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી બાળકોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

બાળકોએ ખેતરમાં ડુક્કરનાં ત્રાસથી નાખવામાં આવેલી દવા ભૂલથી ખાઈ લેતા તબીયત લથડી હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

અંક્લેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ આવે છે તે જોવુ રહેશે.


Share

Related posts

ભરૂચમાં શેલ્ટર ઓન વ્હીલની બે બસોના લોકાર્પણની તૈયારી શરૂ

ProudOfGujarat

કાકા-બા હોસ્પિટલ હાંસોટ દ્વારા યોજાયેલ રક્તદાન શિબિર

ProudOfGujarat

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલમાં જૂની સબ જેલના 45 કેદીઓને ટ્રાન્સફર કરાયા.

ProudOfGujarat
error: Content is protected !!