બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર 108 ને દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો પ્રસૂતિનું એક કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ ભરૂચ 108ના ઈ એમ ટી પ્રીતિ ચણાવાલા અને પાયલોટ તાબડતોડ 108 લઈ દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચી ગયા હતા ત્યાં જઈને જોતા સગર્ભાને દહેજ થી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાના હતા 108 ના સ્ટાફ દ્વારા સગર્ભા બેનના vital લઈ એમ્બ્યુલન્સમાં લીધા હતા..

એમ્બ્યુલન્સમાં લીધા બાદ 108 તરત વાગરા તરફ નીકળી ગઈ હતી તે દરમિયાન રસ્તામાં સગર્ભા બેન પ્રસુતિનો આ સહય દુખાવો ઉપાડતા એમને તાત્કાલિક રોડના સાઇટ પર ઉભી રાખી હતી એમ્બ્યુલન્સ ઉભી રાખીને ઈ એમ ટી પ્રીતિ ચણા વાલા દ્વારા 108 હેડ ઓફિસ અમદાવાદ સેન્ટ્રલ ખાતે બેસેલા ercp ડોક્ટર ની સલાહ લઈ એમ્યુલન્સ માંજ સફળ ડીલીવરી કરાવી હતી….

સગર્ભા માતાએ એકદમ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થતાં જ સગર્ભાના પરિવારજનોમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો અને સગર્ભા ના પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ પ્રીતિબેન અને દિનેશભાઇનો આભાર માનવામાં આવ્યો..

આમ અવારનવાર ભરૂચ જિલ્લા 108 કોઈકને કોઈક માનવતાનું કાર્ય કરી ભરૂચ શહેરની પ્રજા માં ચર્ચામાં રહે છે 108 એમ્બ્યુલન્સ ની આ કામગીરીને લોકો પણ બિરદાવી રહ્યા છે…

LEAVE A REPLY