Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોટીલા લોક દરબારમાં છ વ્યાજખોરો સામે ગુનો નોંધી બે વ્યાજખોરોને ઝડપી લેતી લિંબડી પોલીસ

Share

ગુજરાત રાજય ગાંધીનગરની સુચના મુજબ તા.5/1 થી તા.31/1 સુધી તેના વિરૂધ્ધ ખાસ ઝુંબેશ સ્પે.ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઈસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી થઈ શકે તેમજ સામાન્ય નાગરિકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા માટે તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011 અન્વયે લોકોમાં જાગૃતી કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઈસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદેશથી 11/1 કલાક 16 સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા (પોલીસ સર્કીટ હાઉસ, અમદાવાદ-રાજકોટ હાઈવે રોડ) ખાતે અશોકકુમાર યાદવ પો.મ.નિરી. રાજકોટ રેન્જની અધ્યક્ષતામાં પો. અધિ. હરેશકુમાર દૂધાત, તેમજ સી.પી. મુંધવા, ના.પો.અધી. લીંબડી ડીવી. તેમજ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસની આગેવાનીમાં એક વિશાળ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું.

આ લોક દરબારમાં આગેવાનો, સરપંચો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો તથા સીરામીક એસો.ના માણસો તથા નાના ફેરીયાઓ, લારી ગલ્લાવાળાઓ, શાકભાજી વાળા, વેપારીઓ. ખેડુતો, વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલ નાગરીકો એમ મળી આશરે 350 નાગરીકો ભેગા થયેલ હતા. મીડીયા કર્મચારીઓ પણ હાજર રહેલ હતા. તેમજ લીંબડી ડીવી.ના ના.પો.અધિ. સી.પી. મુંધવા તથા લીંબડી ડીવી. વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહેલ હતા. આ લોક દરબારમાં આવેલા નાગરીકોએ અલગ અલગ રજુઆતો કરેલ હોય જે પૈકી નાગરીકોની રજુઆત આધારે ઈ-લીગલ મની લેન્ડીંગ કલમ હેઠળ તાત્કાલીક ધોરણે બે એપઆઈઆર સ્થળ પર નોંધવામાં આવેલ હતી.

Advertisement

જેમાં સાયલા પો.સ્ટે. ઈ.પી.કો. ક-506 (2) તથા ગુજરાત નાણા ધીરધાર અધિ.2011ની ક-533 (3), 40-42 મુજબ આરોપીઓ દલસુખભાઈ ઉર્ફે દોલાભાઈ નાનુભાઈ ચાવડા રે. રામપરા તા.વઢવાણ એપ્પલ હોટલ માલીક સામે અને લાલો ભાણો જાતે અનુ.જાતિ રહે. દલીતવાસ ચુડા, જયેશભાઈ માહહનભાઈ બાર જાતે રબારી રહે. ચુડા હાર્દીકભાઈ જયેભાઈ બાર જાતે રબારી રહે. ચુડા શૈલેષભાઈ ડાયાભાઈ રબારી રહે. ચુડા ચિરાગભાઈ બાબુભાઈ બ્રાહ્મણ રહે. ચુડા સામે ફરીયાદ થયેલ હતી. ઉપરોકત બન્ને ગુનાઓ સ્થળ પર જ દાખલ થતા અશોકકુમાર યાદવ પો.મ.નિરી. રાજકોટ રેન્જની અધ્યક્ષતામાં પો. અધિ. હરેશકુમાર દૂધાત, સદરહું ગુનાના કામે સંડોવાયેલ તમામ વ્યાજખોરોને તાત્કાલિક પકડી લેવા સી.પી. મુંધવા, ના.પો.અધિ. લીંબડી ડીવી.ને સુચના કરેલ હોય

જેથી તાત્કાલીક લીંબડી ડીવી.ના અધિ.-કર્મચારીઓની ટીમ બનાવી બન્ને ગુનાના આરોપીઓ પકડવા ચક્રો ગતિમાન કરતા ચુડા પો.સ્ટે.ના ગુનામાં સંડોવાયેલ વ્યાજખોરો પૈકી હાર્દિકભાઈ અને ચિરાગભાઈ ઝડપાઈ ગયા હતા. ઉપરોકત બન્નેને તત્કાલીક ઝડપી લઈ મજકુર આરોપીની સઘન પુછપરછ ચાલુ છે. તેમજ ગુનાના કામે અટક કરવાની તજવીજ ચાલુ છે.

આમ અશોકકુમાર યાદવ પો.મ.નિરી. રાજકોટ રેન્જની અધ્યક્ષતામાં પો.અધિ. હરેશકુમાર દૂધાત દ્વારા તેમજ સી.પી. મુંધવા, ના.પો.અધિ. લીંબડી ડીવી.ની તેમજ લીંબડી ડીવી.ના તમામ અધિકારીની હાજરીમાં ચોટીલા ખાતે યોજવામાં આવેલ એક તક પોલીસને કાર્યક્રમમાં વ્યાજના બોજ હેઠળ દબાયેલ સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવા લોક દરબાર યોજેલ હોય જે લોક દરબારમાં નાગરિકોની ફરિયાદને આધારે તાત્કાલિક 2 ગુન્હાઓ કુલ 6 વ્યાજખોરો વિરૂદ્ધ નોંધી તાત્કાલીક 2 વ્યાજખોરોને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવેલ છે.


Share

Related posts

સુરતમાં માર્કેટના કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા પહોંચ્યા : કાલ સુધીમાં રસી નહીં મળે તો નહીં કરી શકે ધંધા-રોજગાર.

ProudOfGujarat

મોંધવારીની લાચારી : સુરતમાં પતિના મૃત્યુ બાદ લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની.

ProudOfGujarat

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જેન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!