Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ : 31 ડિસેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક અને નવ માસિકની કામગીરી

Share

કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) વર્ષ 2023માં પૂરા થયેલા નવ મહિનામાં રૂ. 160.48 અબજની થઈ હતી, જેની સરખામણીએ વર્ષ 2022 માં પૂરા થયેલા નવ માસિકમાં તે રૂ. 133.11 અબજની હતી. આ 20.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 16.2 ટકાની વૃદ્ધિ કરતાં વધુ છે. વર્ષ 2023માં પૂરા થયેલા નવ મહિનામાં પાકને બાદ કરતાં કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 19.9 ટકા રહી હતી, જે ઉદ્યોગની 17.5 ટકા વૃદ્ધિ કરતાં વધુ છે.

વર્ષ 2023 માં પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીની જીડીપીઆઈ રૂ. 54.93 અબજની હતી જે વર્ષ 2022 માં પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ. 46.99 અબજ હતી, જે ઉદ્યોગની 18.1 ટકા વૃદ્ધિ સામે 16.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2023માં પૂરા થયેલા ત્રિમાસિકમાં પાકને બાદ કરતાં કંપનીની જીડીપીઆઈ વૃદ્ધિ 17.1 ટકા હતી, જે ઉદ્યોગની 16.6 ટકાની વૃદ્ધિ કરતાં વધુ છે.

Advertisement

સંયુક્ત ગુણોત્તર વર્ષ 2023માં પૂરા થયેલા નવ મહિનામાં 104.6 ટકા હતો જેની સરખામણીમાં વર્ષ 2022માં પૂરા થયેલા નવ મહિનામાં તે 111.0 ટકા હતો. વર્ષ 2023 ના ત્રીજા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 104.4 ટકા હતો જેની સરખામણીમાં વર્ષ 2022 ના ત્રીજા ત્રિમાસિકમાં 104.5 ટકા હતો.

વર્ષ 2023 માં પૂરા થયેલા નવ મહિનામાં કરવેરા પહેલાનો નફો (પીબીટી) 21.0 ટકા વધીને રૂ. 15.40 અબજનો થયો છે, જેની સરખામણીએ વર્ષ 2022 માં પૂરા થયેલા નવ મહિનામાં પીબીટી 12.73 અબજનો હતો, જ્યારે વર્ષ 2023માં પૂરા થયેલા ત્રિમાસિકમાં વેરા પહેલાનો નફો 10.5 ટકા વધીને રૂ. 4.65 અબજ હતો, જે વર્ષ 2022માં પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ. 4.21 અબજ હતો.

વર્ષ 2023 માં પૂરા થયેલા નવ મહિનામાં કેપિટલ ગેઈન રૂ. 2.94 અબજ હતો જેની સરખામણીએ વર્ષ 2022 માં પૂરા થયેલા નવ મહિનામાં રૂ. 6.01 અબજ હતો. વર્ષ 2023 માં પૂરા થયેલા ત્રિમાસિકમાં મૂડી લાભ રૂ. 1.52 અબજ હતો જે વર્ષ 2022 ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 1.31 અબજ હતો.

પરિણામે, કરવેરા પછીનો નફો (પીએટી) વર્ષ 2022 માં પૂરા થયેલા નવ મહિનામાં રૂ.9.59 અબજની સરખામણીએ વર્ષ 2023 માં પૂરા થયેલા નવ મહિનામાં 34.8 ટકા વધીને રૂ. 12.92 અબજ થયો હતો. પીએટીમાં વર્ષ 2023 ના બીજા ત્રિમાસિકમાં રૂ. 1.28 અબજની વેરા જોગવાઈને ઉલટાવી લેવાનો સમાવેશ થાય છે. આને બાદ કરતાં, વર્ષ 2023 માં પૂરા થયેલા નવ મહિના માટે પીએટી 21.4 ટકા વધ્યો હતો.

વર્ષ 2023 માં પૂરા થયેલા ત્રિમાસિકમાં પીએટી 11.0 ટકા વધીને રૂ. 3.53 અબજ થયો હતો જે વર્ષ 2022 માં પૂરા થયેલા ત્રિમાસિકમાં રૂ. 3.18 અબજ હતો.

ઈક્વિટી ઉપરનું સરેરાશ વળતર (આરઓએઈ) વર્ષ 2023 માં પૂરા થયેલા નવ મહિનામાં 18.1 ટકા હતું જે વર્ષ 2022 માં પૂરા થયેલા નવ મહિનામાં 15.1 ટકા હતું, જ્યારે વર્ષ 2023 માં પૂરા થયેલા ત્રિમાસિકમાં આરઓએઈ 14.3 ટકા હતું જ્યારે વર્ષ 2022માં પૂરા થયેલા ત્રિમાસિકમાં 14.6 ટકા હતું. સોલ્વન્સી રેશિયો 31 ડિસેમ્બર, 2022 ના રોજ 2.45x હતો જે 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ 2.47x હતો જે 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2022ના રોજ સોલ્વન્સી રેશિયો 2.46x હતો.

સૂચિત્રા આયરે


Share

Related posts

ગોધરા : માં શક્તિ યુવક મંડળનાં યુવાનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આદિવાસી લોકોને ભોજન પૂરું પાડી રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ શેરપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે IPL મેચ પર સટ્ટો રમતા ઈસમની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચમાં ક્ષમતા કરતાં વધુ બાળકોથી ભરેલી રીક્ષાઓને કારણે અકસ્માતને ઈજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!