Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પાંડેસરા-વડોદ રોડના આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

Share

સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનો સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવીમાં કેદ થયેલા બે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે સક્રિય થયેલા ચોર પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર એટીએમમાં ઘુસી સેફટી ડોર ખોલી તેમાંથી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેફટી ડોર તોડવામાં સફળતા મળી ન હતી. બીજી તરફ આ સમગ્ર ઘટના એટીએમ સેન્ટરના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બે ચોર એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરી રહ્યાની જાણ બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમમાં થઇ હતી. કંટ્રોલ રૂમના સુપરવાઇઝર લાલજી વિષ્ણુ દેવમુરારી (રહે. આદર્શ નગર, અમરોલી-છાપરાભાઠા રોડ) એ તેમના સહકર્મી રાકેશ અનંત શામલ (ઉ.વ. 34 હાલ રહે. વરેલી ગામ, કડોદરા, સુરત અને મૂળ. આઇ થીંકે ટેક્નો કેમ્પસ, પોખરણ રોડ, જિ. બાલેશ્વર ઓડીશા) ને જાણ કરતા તેમણે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

Share

Related posts

ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવતા ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઓચ્છણ ગામની સીમમાં આવેલા બાયોગેસ પ્લાન્ટમાં ગેસ પંપનું દિલ્હીનાં નાફેડથી આવેલા એમ.ડી. નાં હસ્તે ટ્રાયલ રન યોજાયું હતું.

ProudOfGujarat

મતદારોમાં પણ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો માટે શ્રી નિનામાની જાહેર અપીલ રાજપીપલા સહિત જિલ્લાભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!