Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલીમાં રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ ખેડૂત શિબિર યોજાઇ.

Share

ખેડૂતોની આવક બમણી કરવાના તેમજ ખેતીને પ્રાકૃતિક અને ટકાઉ બનાવવાના આશયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. આ કડીના ભાગરૂપે NMSA રાષ્ટ્રીય ટકાઉ ખેતી મિશન યોજના હેઠળ અમરેલી જિલ્લાના મોટા અંકડિયા ગામે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં નાયબ બાગાયત નિયામક જયરાજવાળા દ્વારા બાગાયતી પાકોની ખેતી અને સહાય યોજના અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જિલ્લામાં આ યોજના હેઠળ ખેડૂતોએ લાભ લેવા માટે શું કરવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ અને બાગાયતી ખેતીમાં વિવિધતા અને ક્ષમતા ધરાવતા અમરેલી જિલ્લામાં ખેડૂતોને આ કાર્યક્રમમાં સુવ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાથે જિલ્લાના કૃષિ અને પશુપાલન વિભાગના અધિકારી કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ : ઈલાઈટ સ્કુલની બસનું અકસ્માત થતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પહોંચી ઇજા.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડીની હોટલનાં સિક્યુરિટી ગાર્ડને અવિધા ગામનાં ઇસમે માર માર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરની કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!