Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાણે કે ચોરીના બનાવો થમવાનું નામ ન લેતા હોય તેમ અવારનવાર અહીંયા ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક ઘટનામાં લાખોની મત્તાનો સામાન કંપનીમાંથી ચોરી થયા અંગેની એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવા પામી છે.

અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર ૩૨૦૩ માં આવેલ કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીના પી.પી એરિયા પાવડર પ્રોસેસિંગ એરિયામાંથી ૨૫ કિલોના બેગમાં મુકવામાં આવેલ ઓલેનઝેપાઇન પાવડરની અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવતા ભારે ચકચાર મચ્યો છે.

Advertisement

અંદાજીત ૭.૫૦ લાખની કિંમતના પાવડર ચોરી અંગે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલા અંગે પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.


Share

Related posts

વડોદરાના કમાટીબાગમાં લટાર મારવા નીકળેલ 3 ફૂટના મગરનું રેસક્યુ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસી જવાના મુખ્ય માર્ગ પર કપલસાડી ગામ નજીક ટેન્કરનુ અકસ્માત.

ProudOfGujarat

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!