Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સુપર માર્કેટ વિસ્તારમાં બુટલેગરો દ્વારા ત્રણ લોકોનુ અપહરણ કરી ધાબા પરથી ફેંકવાની ઘમકી અને મારામારી પ્રકરણમાં બે આરોપીઓના જામીનના મંજુર કરતી ભરૂચ સેસન્સ કોર્ટ

Share

ભરૂચના સુપર માર્કેટ વિસ્તારમાં ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ મોડી સાંજના સમયે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી હારૂન રસિદ પટેલે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓ આક્ષેપ કર્યા હતા કે એક અજાણ્યાએ ફરિયાદીને કહ્યું અહીંયા કેમ પેશાબ કરવા માટે આવે છે અને ત્યારબાદ બોલાચાલી થયા બાદ ફરિયાદી પોતાની ઓફિસ જતા રહ્યા હતા અને તે દરમિયાન ઇન્દિરા નગર ઝૂંપડપટ્ટીમાં દારૂ વેચાતો હોવાની ભરૂચ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને તે દરમિયાન ફરિયાદી ઘરે જતો રહ્યો હતો

ત્યારે દિનેશ ઉર્ફે બબલુ અજીતભાઈ પાટણવાડિયાનો ફરિયાદી ઉપર ફોન આવ્યો હતો અને એસટી ડેપો પાસે ફરિયાદીને બોલાવ્યો હતો અને તેઓ એસટી ડેપો પાસે આવતા ફરિયાદીનો મિત્ર અવેશ સૈયદ આવી ત્યાં ઉભો હોય તેઓને મળીને વાતચીત ચાલતી હતી તે વખતે નજીકમાં રહેતા વિશાલ મહેશ વસાવા તથા તેના બે સાગરીતો જેના નામ થામની ખબર નથી ફરિયાદી અને અવેશ પાસે આવી વિશાલ ફરિયાદીને કહેવા લાગેલ કે તમે બંને જણા અમારી દારૂ વેચવાની બાતમી આપો છો અને દારૂની માહિતી કંટ્રોલરૂમમાં આપે છે તેમ કહી આરોપી વિશાલે તેના હાથમાં રહેલું ચપ્પુ વડે બીક બતાવી ત્યાંથી હાજર દિનેશ ઉર્ફે બબલુ તથા તેઓના બે સાગરીત હોય ફરિયાદી તથા અવેશ સૈયદને બળજબરીપૂર્વક સુપર સેવ ઉસળની દુકાનવાળી ગલીમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો અને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો

Advertisement

તેઓના મારથી છૂટી બંને ભાગી છૂટ્યા હતા અને તે દરમિયાન ફરિયાદી ઓફિસે જતો રહ્યો હતો અને ઓફિસે ફરિયાદીનો મિત્ર રાકેશને ફોન કરીને જાણ કરવામાં આવી હતી અને હકીકત જણાવતા તે પણ ઓફિસે આવી જતા દિનેશ ઉર્ફે બબલુ પાટણવાડીયા તથા વિશાલ વસાવાના હોય ફરિયાદીની ઓફિસે જોઈ જતા બે સાગરીતો સાથે ચપ્પુની અણીએ બળજબરી પૂર્વક સુપર માર્કેટમાં આવેલ પાત્રાવાળા ડ્રાઇવિંગ સ્કૂલના ઉપરના ધાબા ઉપર લઈ ત્યાં રોકી બંધક બનાવી બંનેને ઢીકા પાટુનો માર મારી ધાબા ઉપરથી ફેંકી દેવાની ધમકી આપી હતી તે દરમિયાન પોલીસને જાણ થતા તથા ઇજાગ્રસ્તો મિત્રોને થતા તેઓ પોલીસ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને હુમલાખોરોની ચુંગલમાંથી બંનેને છોડાવ્યા હતા

પોલીસે સુપર માર્કેટના પાતરાવાળા ડ્રાઇવિંગ સ્કૂલના ધાબા ઉપરથી ઇજાગ્રસ્તોને બંધક બનાવનાર બુટલેગર દિનેશ ઉર્ફે બબલુ અજિત પાટણવાડીયા રહેવાસી ઇન્દીરાનગર ઝૂંપડપટ્ટી તથા વિશાલ મહેશ વસાવા રહે ભાલીયાવાડનો ટેકરોનાઓને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તો અને બંને બુટલેગરો મળી ચારેય જણાને પોલીસ મથકે લાવીને કાર્યવાહી કરતા પોલીસે ઇજાગ્રસ્ત હારૂન પટેલની ફરિયાદના આધારે ૨ બુટલેગર અને ૨ અજાણ્યા મળી ૪ લોકો સામે આઇપીસીની કલમ ૩૬૫,૩૪૨,૩૨૩,૪૨૭, ૫૦૬(૨) ૧૧૪ તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરવા સાથે કોર્ટમાં રજૂ કરવાની કવાયત કરી હતી

સમગ્ર ઘટનામાં સામેલ બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જે બાદ પણ પોલીસ સમક્ષ આરોપીઓએ પોલીસ સમક્ષ મામલે કંઈક તપાસમાં સાથ સહકાર ન આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે બંને આરોપીઓના વકીલ દ્વારા ભરૂચ સેસન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી જોકે બનાવની ગંભીરતાને સમજી ભરૂચ કોર્ટ દ્વારા બંને આરોપીઓના જામીનના મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનામાં સામેલ એક આરોપી વિશાલ વસાવા થોડા દિવસ પહેલા જ પાસામાંથી બહાર આવ્યો છે..

ગત તારીખ 14 જાન્યુઆરીની સાંજે દારૂની બાતમી આપવાના બહાને ત્રણ લોકો ઉપર ચપ્પુની અપહરણ કરી ટેરેસ ઉપરથી ફેંકી દેવાની ધમકીમાં બુટલેગર વિશાલ વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યો હતો અને તેને થોડા દિવસ અગાઉ જ તે પાસામાંથી બહાર આવ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં બુટલેગરોની દબંગગીરીથી ફરી એકવાર કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ ગયા છે

ઇન્દિરા નગર ઝુપડપટ્ટી પાસેથી અપહરણ થયેલા લોકોના વાહનો બાદ ચેકિંગ કરતા ઇજાગ્રસ્ત અવસ્થામાં મળ્યા હતા

ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં મોટાપાયે બુટલેગરો દારૂનો વ્યવસાય કરતા હોવાના આક્ષેપમાં કંટ્રોલમાં વર્ધી લખાવા મુદ્દે વર્ધી લખાવનાર ફરિયાદીને ફોન કરી બોલાવી તેઓનું અપહરણ કરી મારી નાંખવાની કોશિશના ઇરાદે ચપ્પુની અણીએ અવાવરું જગ્યા એટલે કે સુપર માર્કેટના શોપિંગ સેન્ટર ઉપર લઈ જય ઉપરથી ફેંકી દેવાની ધમકી પ્રકરણમાં સ્થળ ઉપર ઇજાગ્રસ્તોના મિત્રોને પોલીસ પહોંચી જતા આખરે ઇજાગ્રસ્તોનો બચાવ થયો હતો અને અપહરણ કરતા અને હુમલો કરનારા બુટલેગરો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા.

ઘટનાને 10 દિવસ વીત્યા છતાં અન્ય બે આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ તો ચપ્પુ અને સેલ ફોન લૂંટની રિકવરીમાં પણ ઢીલાશ…

ગત 14 જાન્યુઆરીના સાંજે ત્રણ જેટલાં લોકોને વારા ફરતી માર મારી ચપ્પુની અણીએ બંધક બનાવી મોબાઈલ ફોન લૂંટના પ્રકરણમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ વિભાગે અત્યાર સુધી મામલે ઘટનામાં વપરાયેલ ચપ્પુ તેમજ લૂંટમાં ગયેલ મોબાઈલ ફોનનો કબ્જો લેવામાં નિષ્ફળ ગઈ છે, તો બીજી તરફ આંખે ઘટનામાં સામેલ અન્ય ઈસમોની શોધખોળમાં પણ પોલીસ વિભાગ ઢીલાસ રાખતી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, તેવામાં આખા કેસમાં પોલીસ તપાસ તેજ થાય તે બાબત અત્યંત જરૂરી હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

ઝધડીયા : યુપીએલ કંપનીનાં હેલ્પરે ઉત્પાદન અધિકારી પર હુમલો કર્યો.

ProudOfGujarat

રાજપીપલા મોતીબાગ ફળિયાના યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Bharuch

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!