Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નવજીવન હ્યુન્ડાઈ ખાતે નવી ગ્રાન્ડ i10 NIOS અને AURA નું લોન્ચિંગ કરાયું.

Share

ભરૂચની ઝાડેશ્વર ચોકડી ભરૂચ પાસે આવેલા નવજીવન હ્યુન્ડાઈ અને રાજપીપળા ખાતે શો રૂમ ખાતે વર્ષની શરૂઆતમાં જ નવા ફિચર્સ અને અદ્યત્તન ટેક્નોલોજી સાથે બે અલગ-અલગ કારનું લોન્ચિંગ થયુ હતું. શો રૂમનાં સ્ટાફ અને માનવંતા ગ્રાહકોની ઉપસ્થિતીમાં ગ્રાન્ડ i10 NIOS નું લોન્ચિંગ ભરૂચ SBI બેન્કનાં AGM રવિશ સિંહા અને AURAનું લોન્ચિંગ આરટીઓ અધિકારી મિતેષ બંગાલેનાં હસ્તે કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે નવજીવન હ્યુન્ડાઈનાં જનરલ મેનેજર જાકીરભાઈએ તમામ ગ્રાહકોનું સ્વાગત કર્યુ હતું અને ભરૂચ જિલ્લામાં ગ્રાહકોને સંતોષકારક સેવા પુરી પાડવાની કટીબદ્ધતા બતાવી હતીં.નવી લોન્ચ થયેલી બંને ગાડી વિશે તેમણે માહિતી આપતા ઉમેર્યુ હતું કે, કંપનીએ આ વખતે ફિચર્સ અને સેફ્ટી ઉપરાંત સામાન્ય માણસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગાડી લોન્ચ કરી છે. AURA માં ત્રણ વેરિયન્ટ લોન્ચ કરાયાં છે જેમાં બે પેટ્રોલ અને એક પેટ્રોલ/સીએનજીનો સમાવેશ થાય છે. આ ગાડીની બેઝ મોડલની કિંમત 6.30 લાખ અને ટોપ મોડલની કિમંત 8.57 લાખ છે. જેમાં કુલ 4 મોડલ લોન્ચ કરાયાં છે. નવી ગ્રાન્ડ i10 NIOS વિશે વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, આ વખતે કંપનીએ NIOSનાં 5 મોડલ લોન્ચ કર્યા છે. જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંનેનો સમાવેશ થાય છે. આ ગાડીમાં પણ કંપનીએ પેટ્રોલ/સીએનજી મોડલ લોન્ચ કર્યુ છે. જેની બેઝ મોડલની શરૂઆત 5.68 લાખ જ્યારે ટોપ મોડલની કિમંત 7.92 લાખ છે. જેમાં સેફ્ટી માટે 6 એરબેગ સહિત અનેક નવા ફિચર્સ રજૂ કરાયા છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા ના કેવડી ગામના સબ સ્ટેશન નજીક થી પશુ ભરેલો ટેમ્પો મૂકી ચાલાક ફરાર.14ગૌવંશ, ટેમ્પો સહીત 2,46,000 મુદ્દામાલ જપ્ત કરાયો

ProudOfGujarat

જુના બજાર વિસ્તારમાં આવેલ ખાદી ભંડારની છત ધરાશાઈ, સદભાગ્યે કોઈ જાનહાની કે ઇજા નહી

ProudOfGujarat

ગોધરાના ભામૈયા સ્થિત ત્રીમંદિર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને તલાટી કમમંત્રી આજથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!