Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કઠલાલમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

Share

ખેડા જિલ્લાનાં કઠલાલના અનારા ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયાની  ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.

કઠલાલ તાલુકાના અનારા ગામે મોટી ખડકી વિસ્તારમાં જયંતીભાઈ ભીખાભાઈ પટેલ ના ઘરની નજીક તેમના નાનાભાઈ કનુભાઈ પટેલનું મકાન આવેલ છે. આ મકાન બંધ રહે છે. ગત ૬ ડીસેમ્બરની રાતથી બીજા દિવસે સવાર સુધીના સમયગાળા વચ્ચે આ કનુભાઈના મકાનમાં તસ્કરોએ ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરની લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરની તીજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૩ હજાર ૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા ગયા બીજા દિવસે સવારે સમગ્ર બનાવની જાણ જયંતીભાઈને થતા તેઓએ તુરંત ઘરમાં આવીને તપાસ કરતા ચોરી મામલે પોતાના ભાભીને અને ભત્રીજાને જાણ કરી હતી. આ બનાવ મામલે આજે જયંતીભાઈ પટેલે ફરીયાદ નોંધાવતા કઠલાલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ અને નાની નારોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં માઁ કાર્ડની સિસ્ટમમાં લોગીન ન થતા લોકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!