Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે બંધ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને લઈ જતા બે બુટલેગરોને શહેર પોલીસે ઝડપી પાડયા

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવવા બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, ચાલુ માસ દરમ્યાનમાં જ લાખોનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડ્યો છે, તેવામાં વધુ એક સફળ દરોડામાં અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભારતીય બનાવટના શરાબના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

અંકલેશ્વર શહેર પોલીસ વિભાગને મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર આવેલ સહયોગ હોટલ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા દરમ્યાન હોટલના કમ્પાઉન્ડમાં એક બંધ બોડીનાં કન્ટેનર નંબર HR,55, W 1404 મળી આવ્યો હતો જેમાં તલાસી લેતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 1728 નંગ બોટલ કી.રૂ 1,72,800 મળી કુલ કાચની બોટલ નંગ 14,352 જેની કિંમત 14,35,200 સહિત કન્ટેનર મળી કુલ 20,43,200 નાં મુદ્દામાલ સાથે ડ્રાઇવર તથા ક્લિનર (1) બાબુસિંહ ગુલાબસિંહ રાવત રહે, ભીલ વાડા (રાજેસ્થાન )તેમજ (2) સુવાલાલ છોગાજી ગુરુજર રહે, રાજસમંડ (રાજેસ્થાન )નાઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

સાબરમતી રિવરફ્રન્ટે રાખ્યા છે અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચ, CM રૂપાણી કરશે ઉદઘાટન

ProudOfGujarat

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ રાત્રે શરુ થશે, યુરોપ, મધ્ય એશિયા સહિત કેટલાક ભાગોમાં જોઈ શકાશે

ProudOfGujarat

156 માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક દ્વારા ચૂંટણી અધિકારીની મંજૂરી વિના પ્રચારમાં વપરાતા 5 જેટલા વાહનો પકડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!