Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ઓ.જી એ શંકાસ્પદ મેન્કોઝેબ કેમિકલ પાવડર સાથે બે ઈસમોની અટકાયત કરી

Share

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ અંકલેશ્વરના નોબલ માર્કેટ પાસે પેટ્રોલિંગમાં હતા તેમજ શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા દરમ્યાન એક છોટા હાથી ટેમ્પો નંબર જી.જે 16 AW 0992 ને રોકી ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગે પ્લાસ્ટિકની બેગમાં નંગ 3 માં મેન્કોઝેબ કેમિકલ પાવડર મળી આવ્યો હતો.

એસ.ઓ.જી પોલીસ દ્વારા કેમિકલ મુદ્દે બિલ કે આધાર પુરાવા માંગતા ટેમ્પો ચાલાક પાસેથી યોગ્ય જવાબ ન મળતા તેમજ આધાર પુરાવા ન મળતા પોલીસ દ્વારા મામલે (1) માણેકભાઈ ભૂલારામ દેવાસી રહે, ભડકોદ્રા અંકલેશ્વર (2) જબ્રારામ ઊર્ફે જગદીશ વક્તાજી પુરોહિત રહે. ભડકોદ્રા અંકલેશ્વર નાઓને ટેમ્પો કેમિકલ પાઉડર સહિત 3,44,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ ખાતે આજરોજ નવા શૈક્ષણિક સત્રમાં નવા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા

ProudOfGujarat

ભરૂચ – નેત્રંગના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!