Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ.

Share

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા તારીખ ૬ માર્ચને સોમવારના રોજ રાજકોટ ખાતે વિશ્વ મહિલા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી વિષય પર વક્તવ્ય યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત ટ્રસ્ટી અનારબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી. મુખ્ય વક્તા અંકિતાબેન મૂલાણી (રિચ થિંકર)એ આ કાર્યક્રમમાં ‘સ્ત્રી શક્તિની તાકાત અને જવાબદારી’ વિષય પર સ્ત્રી શક્તિની મહત્તા સમજાવતું ધારદાર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને માણ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ચેરમેન નરેશભાઈ પટેલનું ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી અનારબેન પટેલ અને મુખ્ય વક્તા અંકિતાબેન મૂલાણી સહિતના મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટી અનારબેન પટેલે પોતાના સંબોધનમાં ઉપસ્થિત મહિલાઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે ૮ માર્ચે ધુળેટીના દિવસે મહિલા દિવસ છે, ત્યારે તમામ બહેનો પોતાની આસપાસ રહેતી જરૂરિયાતમંદ બહેનોને મદદ કરીને આ દિવસની ઉજવણી કરે. વધુમાં અનારબેન પટેલે કહ્યું હતું કે, મહિલાઓના સ્વપ્નો હંમેશા પરિવારની આજુબાજુ જ હોય છે. મહિલાઓ પરિવારની સારસંભાળમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે ત્યારે મહિલાઓએ સૌપ્રથમ પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. મહિલાઓએ પોતાના શરીરની પણ સાર સંભાળ રાખવી જોઈએ અને પૌષ્ટિક ખોરાક આરોગવો જોઈએ અને યોગા કરવા પણ અનારબેન પટેલે મહિલાઓને અપીલ કરી હતી. હજારો દિવડા પ્રગટાવો ત્યારે આરતી થાય, હજારો નાના બુંદ ભેગા થાય ત્યારે સમુદ્ર બને પરંતુ ઘરને સ્વર્ગ બનાવવું હોય તો સ્ત્રી શક્તિ બનાવી શકે અને સ્ત્રી ધારે તો દુનિયાને બદલાવે. જે સ્ત્રીને પતિ, પુત્ર અને પરિવાર તરફથી પ્રેમ મળતો હોય અને સ્ત્રી સામે પ્રેમ આપી શકતી હોય અને જે સ્ત્રીની અંદરનું સત્વ પવિત્ર છે એ સ્ત્રી સૌથી સુંદર છે, એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

રાજપીપલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતિની થઇ ગૌરવભરી ઉજવણી.

ProudOfGujarat

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવાઇ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં 72 માં પ્રજાસત્તાક પર્વની ગોધરા ખાતે ઉમંગભેર ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!