મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય અને આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત કચેરી નર્મદા ( રાજપીપળા ) દ્વારા દેડીયાપાડા, ગરૂડેશ્રર, નાંદોદ તાલુકાનાં 12 ગામોમાં પોષણ અભિયાન અંતર્ગત “ સમજો તો સારૂ” નાટક ભજવાયું હતું.
દેડીયાપાડા, ગરૂડેશ્રર, નાંદોદ તાલુકાનાં સુકવાલ, મુલકપાડા, ઝાંક, બલ, સામોટ, શીશા, કલતકર, ગોરામાંડણ, ઝરવણી, ભીલવસી, આમલી, ગાડિત ગામોમાં અમદાવાદની રાજુ જોષીની “એઇડ્સ જન એવમ વિકલાંગ સેવા સંસ્થાન” નાં કલાકારો દ્રારા પોષણ અભિયાન અનુસંઘાન “ સમજો તો સારૂ ”નાટક તા.13/03/2023 થી તા.18/03/2023 સુધી ભજવેલ છે. જેમાં ગ્રામ્યકક્ષાએ સર્ગભા માતા અને શિશુ, સલામત પ્રસુતિ, પૌષ્ટીક
આહાર, અંઘશ્રઘ્ધા, બેટી બચાવો-બેટી પઢાવો, રસીકરણ, આંગણવાડીમાં સર્ગભા માતાની નોંઘણી, બાળ આરોગ્ય, અન્ય વિષયોની નાટક દ્રારા સમજુતી આપી હતી. આઇ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત નર્મદા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, જીલ્લા કુપોષણ સલાહકાર રાઘીકા કાપસે, ડિસ્ટ્રીક કોર્ડીનેટર સુદામભાઇ વસાવા અને બ્લોક કોર્ડીનેટર સુરેશ વસાવાનાં માર્ગદર્શનથી આ પોષણ અભિયાન જન જાગૃતિ નાટક ક્રાર્યક્રમ સફળ રહ્યો હતો.
દીપક જગતાપ, રાજપીપલા