Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ભાગી જતા દોડધામ

Share

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ મહિલા બુધવારે મોડી રાત્રે ડોક્ટરોને જાણ કર્યા વગર જતી રહેતા આજે તેને શોધવા માટે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ સમયે આરોગ્ય તંત્ર પણ સાબદુ બન્યું છે. દરમિયાન પાદરા તાલુકાના આંતિ ગામની આશરે 50 વર્ષની ઉંમરની મહિલા શરદી, તાવ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ મહિલાને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે સવારે ડોક્ટરો રૂટિન રાઉન્ડમાં નીકળ્યા ત્યારે આ મહિલા તેના બેડ પર હાજર ન હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલા બુધવારની મોડી રાતથી જ વોર્ડમાંથી જતી રહી છે આથી એસએસજી હોસ્પિટલના વહીવટી તંત્રએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા એક બોલેરો ગાડી મળી કુલ કિં.રૂ. ૩,૫૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ProudOfGujarat

નવી દિલ્હી ખાતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરતો ‘રુહાની ઉત્સવ’ ભવ્ય રીતે સંપન્ન: ભરૂચના બે કેલીગ્રાફી કલાકારો દ્વારા વિશ્વશાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો

ProudOfGujarat

જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર આવેલ સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!