Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા નગરના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી પલાયન

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના એક મકાનમાં રાત્રી ચોરો હાથફેરો કરી જવાની ઘટના બનવા પામી છે. ચોરીના આ બનાવમાં રોકડા રુપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રુ.૬૯૨૫૦૦ નો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા હતા. ચોરીની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર મુળ રાજસ્થાનના રહીશ અને હાલ ઝઘડિયા નગરના ગોકુલ નગર ખાતે ભાડાના મકાનમાં રહેતા યોગેશ સત્યનારાયણ શર્મા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરે છે.ગત તા.૧૯ મીના રોજ નોકરી પરથી દસ દિવસની રજા લઇને તેઓ કોઇ કામ માટે વતન રાજસ્થાન ગયા હતા. દરમિયાન ગતરોજ તા.૨૫ મીએ તેમના મકાન માલિકના પુત્રએ ફોન કરીને જણાવ્યું હતુંકે તમારા ઘરનું તાળું તુટેલું છે. આ સાંભળીને યોગેશભાઇ ઝઘડિયા આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તપાસ કરતા બેગમાં કપડાની વચ્ચે રાખેલ સોનાચાંદીના વિવિધ દાગીના જણાયા નહતા. કોઇ અજાણ્યા તસ્કરો રોકડા રુપિયા ૩૦૦૦, સોનાચાંદીના ઘરેણા તેમજ અન્ય વસ્તુઓ મળીને કુલ રુ.૬૯૨૫૦૦ ના મુદ્દામાલની ચોરી ગયા હોવાની ખાતરી થઇ હતી. ચોરીની આ ઘટના સંદર્ભે યોગેશ સત્યનારાયણ શર્માએ ઝઘડિયા પોલીસમાં અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદ : મહુધાના ધો. 12 ના વિદ્યાર્થીનું કારની અડફેટે ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat

ગુજરાતના જિલ્લાઓના 1,353 બૂથ પર થયેલા મતદાનની ગણતરી 96 રાઉન્ડમાં કરાઇ, 550 થી વધુ પોલીસ તૈનાત કરાયા.

ProudOfGujarat

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!