Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાતના જિલ્લાઓના 1,353 બૂથ પર થયેલા મતદાનની ગણતરી 96 રાઉન્ડમાં કરાઇ, 550 થી વધુ પોલીસ તૈનાત કરાયા.

Share

સેક્ટર-15 ની કોલેજ ખાતે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોની મતગણતરી થશે. દરેક બેઠક પર 1 પોસ્ટલ બેલેટ માટે અને 14 ટેબલ ઈવીએમ મુકીને ગણતરી કરવામાં આવી. એટલે કે, એકસાથે 14 ઇવીએમ ખુલશે અને 14 ઇવીએમનો એક રાઉન્ડ એમ જિલ્લાના 1353 બુથ પર પડેલા 887588 મતો પૈકી કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે તેની ગણતરી કુલ 9 રાઉન્ડમાં કરવામાં આવી હતી.

ટેબલ દીઠ માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, ઓપરેટર સહિતના સ્ટાફ હતો. એક બેઠકના મતગણતરી કેન્દ્ર પર અંદાજે 65 જેટલો સ્ટાફ હશે. એટલે કે પાંચ કેન્દ્રો પર કુલ 325 જેટલો સ્ટાફ તો ગણતરીની કામગીરીમાં રોકાયેલો રહ્યો. દરેક બેઠકના આરઓ, એઆરઓ સહિતનો સ્ટાફ અલગ રહ્યો. જેને પગલે એંકદરે અંદાજે 500 જેટલા કર્મચારી- અધિકારીઓ આજે મતગણતરી કેન્દ્ર ખાતે કામગીરી કરી. જે-તે બેઠકના હરીફ ઉમેદવારના એજન્ટો પણ હાજર રહ્યા. દહેગામના 255 મતદાન મથકોને થયેલા મતદાનની ગણતરી માટે 14 ટેબલ પર 18 જેટલા રાઉન્ડ થઇ. ગાંધીનગર દક્ષિણના 351 બુથ પર થયેલા મતદાનની ગણતરી માટે 25 રાઉન્ડ, ગાંધીનગર ઉત્તર બેઠક પર 242 મથકો માટે 17 રાઉન્ડ, માણસા બેઠકના 265 બુથ માટે 18 રાઉન્ડ, જ્યારે કલોલ બેઠકના 237 બુથ માટે 17 જેટલા રાઉન્ડમાં ગણતરી થઇ.

Advertisement

કાઉન્ટિંગ સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં ચાર ડીવાયએસપી, 17 પોલીસ ઈન્સ્પેક્ટર, 40 પીએસઆઈ, ટ્રાફિક પોલીસ સહિતનો 550 થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. મતગણતરી કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા સામે પણ પ્રતિબંધ મુકી દેવાયો હતો.


Share

Related posts

સુરતના અમરોલીમાં બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ વ્યક્તિની કરાઇ હત્યા.

ProudOfGujarat

ખંડગ્રાસ સૂર્યગ્રહણની અદભૂત ખગોળીય ધટનાને નિહાળવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ અવકાશી નજારાને માણી શકે તે માટે ભરૂચ જીલ્લાની અનેક શાળાઓમાં ખાસ આયોજન હાથ ધરાયા હતા.

ProudOfGujarat

ભરૂચ ના અંકલેશ્વર ખાતે આવેલ જુના દિવા ગામના પરિવાર ના પાંચ સભ્યોના ઘર માં નિગ્રો દ્વારા લાગાવેલ આગ ના કારણે આફ્રિકામાં મોત થયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!