Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના અમરોલીમાં બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ વ્યક્તિની કરાઇ હત્યા.

Share

સુરતના અમરોલી કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝગડો ચરમસીમાએ પહોંચ્યો હતો. આ ઝઘડામાં એક વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. એક નિર્દોષને ચપ્પુના ઘા અને માથામાં સપાટા મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો.

મળતી માહિતી મુજબ આ બનાવમાં જેની હત્યા કરવામાં આવી તે મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો અને પરિવારના પાંચ સભ્યોનો એક માત્ર આર્થિક સહારો હતો. આ હત્યાની વધુ માહિતી જોતા બે દિવસ પહેલા યુવતીને લઈ થયેલા ઝગડામાં સમાધાન પણ થયું હતું પરંતું ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસી ઘરમાંથી બહાર કાઢીને ફટકારતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી તેવામાં અજય રાઠોડે ઝગડાનો અવાજ સાંભળી ઘર બહાર નીકળતા એની ઉપર પણ હુમલો થયો હતો. જેમાં 10 થી 15 લોકોનું ટોળુંમારક હથિયારો સાથે અજય પર તૂટી પડયુ હતું અને ઢોર માર મારતા તે લોહીલુહાણ થતાં તેને 108 ની મદદથી હોસ્પિટલ લઈ જતાં તેને મૃત જાહેર કરાયો હતો. હાલ અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગળતેશ્વરમાં પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું

ProudOfGujarat

અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે “સ્વચ્છ ભારત” કાર્યક્રમનો શુભારંભ.

ProudOfGujarat

વ્યારા થી અંકલેશ્વર તરફ જતી ગાય ભરેલી ગાડી ને ગૌરક્ષકોએ ઝડપી પાડી સુરતના પાંજરાપુર રવાના કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!