Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ પર લેસર શો અને નર્મદા મહા આરતીના સમયમાં કરાયો ફેરફાર…

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતેની ગંગા આરતીની માફક ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે.

નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી કરવામાં આવશે. જેમાં મહા આરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવેલ છે. હાલ બંને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર sou પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

તે મુજબ sou પ્રોજેક્શન મેપિંગ શો જે હાલમાં સાંજે 7.00 કલાકે યોજાય છે તેના બદલે સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે. નર્મદા મહાઆરતી જેનો હાલનો સાંજે 7.00 કલાકે રાખવામાં આવેલ છે તેના બદલે સાંજે 7.30 કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેથી લેસર શૉ જોયા પછી પ્રવાસીઓ મહા આરતીમાં પણ ભાગ લઈ શકશે.

લેસર શો સાંજે 7.15 કલાકે પૂર્ણ થશે અને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે ) નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે. તેમજ મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વિશ્વ મહિલા દિવસે વાત કરીએ નર્મદા જિલ્લાની આદિવાસી દીકરીની કે જે ભણવાની નાની ઉંમરમાં જ અભ્યાસ છોડીને ટાયરનાં પંચર બનાવવા જેવું કઠિન કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતાં ખેડૂતોમાં આક્રોશ.

ProudOfGujarat

ભરૂચના દહેજ ખાતે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૮૮૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!