Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ પ્રશિક્ષણ માટે સાત દિવસીય સેમિનાર યોજાશે.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે લહેરી જીન સામે આવેલી મસ્જિદમાં દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ માટે સાત દિવસીય પ્રશિક્ષણ સેમિનાર યોજાશે. આયોજિત સેમિનારમાં નમાઝના તમામ અરકાનો વિશે સંપૂર્ણ છણાવટ સાથે પ્રશિક્ષણ આપવામાં આવશે. આગામી પહેલી જાન્યુઆરીથી સાત દિવસ માટે પ્રશિક્ષણ સેમિનાર યોજાશે.

આયોજિત સેમિનારમાં નમાઝના જરૂરી મસાઈલ, ફરાઈઝ, વાઝીબાત, વુજુ, ગુસલ, સુન્નતો અને આદાબ વગેરે વિષયો ઉપર પ્રશિક્ષણ આપવામાં આવશે. આયોજિત સેમિનારનો મુખ્ય હેતુ મુસ્લિમ બિરાદરો પોતાની ફર્ઝ ઈબાદત સારી રીતે અને દુરુસ્ત રીતે કરી શકે આ હેતુથી સેમિનાર યોજવામાં આવશે. તો તમામ ભાઈઓને વિનંતી છે કે આપ સો સેમિનારમાં ભાગ લઇ ઇલ્મે દિન હાસિલ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુકોને ખ્વાજા ગરીબ નવાઝ મસ્જિદના ઇમામ સાહેબનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- કોસમડી ગામે પ્રાથમિક સ્કૂલમાં મારામારીનો બનાવ, 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી

ProudOfGujarat

એક હજાર વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ LIC ઓફીસ ખાતે “વર્લ્ડ નો તમાકુ ડે” નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!