Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા ખાતે ખેડુત હિતરક્ષક દળ ની કારોબારી મીટીંગ મળી

Share

વાગરા ખાતે ખેડુત હિતરક્ષક દળ ની કારોબારી મીટીંગ માનસંગ પરમાર ના અધ્યક્ષ સ્થાને મળી જેમાં GPCPSRI વિસ્તારનિ સમાવિષ્ટ ગામોના આગેવાનો ૨૦૦ થી વધુ હાજર રહ્યા.
આજ રોજ વાગરા શુભલક્ષ્મી શોપિંગ હનુમાન ચોકડી ખાતે સરકારની મફત માં ખેડુતો ની જમીન પડાવી લેતી નગર રચના યોજના વિરોધ બાબત ની રણનિતી નક્કી કરવા ખેડુત હિતરક્ષક દળ ની કારોબારી મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં વિવિધ ૧૯ ગામના ખેડુત આગેવાનો અને સંગઠનના સભ્યો હાજર રહી સરકાર ની ખેડુત વિરોધી નિતી સામે ખેડૂતોનો રોષ હવે રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે સ્પષ્ટ જણાય આવ્યૂ
ભેરસમ ગામના ચીમનભાઈ પટેલ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે ધારાસભ્ય સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને રજુઆત ભેરસમ વિલાયત ના વિસ જેટલા ખેડુતો ગયા હતા જ્યાં મુખ્યમંત્રી એ ખેડુતોની લાગણી સમજ્યા વિના ગોળ ગોળ વાત કરી જ્યારે નાયબ મુખ્યમંત્રી એ તો તમારે જમીન આપવી જ પડશે ની વાત કરતા ખેડુતો સરકારના વડાઓની અંહકારી વાતો થી ડઘાઈ ઉચ્ચ ન્યાયાલય ના શરણે જવાનું નક્કી કરી ખેડુતોના મતોથી સરકાર માં બેસેલા જો આજે ખેડુતોની જમીનના રક્ષણ માટે ખેડુતોની પડખે ના રહે તો હવે એવા નેતાઓની રાજકીય જમીન ખેડુતોએ ખેંચવી પડશે એવો મત રજુ કરતા તમામ લોકો એ સમર્થન જાહેર કર્યું હતું.
કોડીનેટર યાકુબ ગુરજી એ આમ જનતાને વિવિધ કાયદોઓ દ્વારા હેરાન પરેશાન કરનાર સરકાર ને આઝાદી પહેલાંના અંગ્રેજ શાસકો સાથે સરખાવી કહ્યૂ હતું કે ત્યારે અંગ્રેજ હકુમત ના કાયદા ઓ સામે સવિનય કાનુન ભંઞનુ હઠીયાર ઉપાડ્યું હતું તેમ હવે આ સરકારક સામે આપણે એમજ કરવું પડશે અને તેની શરૂઆત આજથી કરવી પડશે
જેથી સમાવિષ્ટ ગામો માં એક દિવસે અને એકજ ટાઈમે ગ્રામસભા બોલાવી નગર રચના યોજના ના અધિકારી કર્મચારીઓ કે એજન્સી ના માણસોએ ગામ માં કે ગામની જમીન માં પ્રવેશ કરવો નહીં તેવો ઠરાવ કરવો અને જાહેરમાં બોર્ડ મુકવા તથા હાલ ઉચ્ચ ન્યાયાલય માં સ્ટે‌નો હુકમ હોય ત્યારે ઓથોરિટી દ્વારા ખેડુતો ને નોટીશ અપાતા તેમની વિરુદ્ધ ન્યાયાલય ના અનાદર ની ફરિયાદ દાખલ કરવોનુ જણાવ્યું.
નવેઠા હર્ષદભાઈ, વિલાયત જેન્તીભાઇ પટેલ, પિપલીઆ ઈકબાલ મોગરા , અખોડના હિંમતસિંહ યાદવ, પ્રસંગિક વક્તવ્ય આપ્યા
કારોબારી મીટીંગ ના પ્રમુખ માનસંગ પરમારે ગુજરાત મોડલ અને ગ્રોથ એન્જિન ની સરકારની દેશ ને ભ્રમીત કરવાની નિતી ની ઝાટકણી કાઢતાં કહ્યૂ કે ખેડુતોની મફતમાં જમીનો પડાવી સરકાર ઉઘ્યોગપતિઓને લ્હાણી કરાવવા ખેડુતને નામશેષ કરવા બેઠી છે જેની સામે કાયદાના પરિપેક્ષમાં રહી સંગઠન ના માર્ગદર્શન મા જલદ કાર્યક્રમો સહપરિવાર આપવા પડે માટે ઓથોરિટી દ્વારા આપવામાં આવતી નોટીશોની હોળી દહેજ ઓથોરિટી ની ઓફીસ સામે કરી અગ્નિ પ્રગટાવી પ્રતિજ્ઞા લેવી કે જીવન ના છેલ્લા શ્વાસ સુધી સરકાર સામે લડીશું પણ નગર રચના યોજના માં જમીન નહીં આપીએ તેમજ દરેક ગામેથી ખેડુતોએ રેલી દ્વારા કલેકટ કચેરી પોહચી પ્રતિક ઉપવાસ કરી જાહેરનામા રદ કરવાની માંગ કરવા મા આવે છે હાજર ૨૦૦ થી વઘુ ખેડુતો એ સહમતી આપી સહ પરીવાર કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યૂ .

Advertisement

Share

Related posts

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

લીંબડીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

સુરત : કપોદ્રામાં BRTS રૂટમાં મસમોટો ભૂવો પડ્યો, તંત્ર દોડતું થયું, અવરજવર બંધ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!