Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હા.48 ઉપર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના ગઇરાત્રે ભરૂચથી ટેન્કર નં. GJ 02 AT 6496 દૂધ ભરીને ગાંધીનગર જઈ રહ્યું હતું જે દરમ્યાન ને.હા.48 પર નબીપુર ખાતે ઝનોર ચોકડી ઓવર બ્રિજ ઉતરતા ટેન્કર બ્રેક ડાઉન થતાં હાઇવે ઉપર પહેલી ટ્રેક પર ઉભુ રાખી તેમાં સમારકામ ચાલી રહ્યું હતું. તે વેળા પાછળથી એક ટ્રક નં. MH 14 KA 5245 ઉભેલા ટેન્કરમાં ધડાકાભેર અથડાતા ટેન્કરના ક્લીનર અને મિકેનિક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ટ્રક ટેન્કરના પાછળના ભાગે અથડાતા ટેન્કરનો પાછળના વાલ્વ સહિત લાઈનમાં નુકશાન થતા રોડ પર જાણે કે દૂધની નદી વહેવા લાગી હતી. જેને પગલે રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી. આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓએ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરાયો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ:દેરોલ નજીક હત્યાના મામલે પોલીસે એક આરોપીની કરી ધરપકડ, આડા સબંધ માં હત્યા થઇ હોવાનું આવ્યું સામે

ProudOfGujarat

અંકલેશ્વર તાલૂકાના ખરોડ ખીદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઉમરપાડાના ચિતલદા ગામની સીમમાં બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!