Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચની અવધૂત નગર સોસાયટીમાં સવા નવ લાખનો હાથ ફેરો કરતી કામવાળી

Share

મકાન માલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચની અવધૂત નગર સોસાયટીના રહિશને ત્યાં કામવાળી બાઈ એ રૂ. સવા નવ લાખ ઉપરાંતના મુદ્દામાલનો તગડો હાથ મારી જતા ચકચાર માચી જવા પામી છે.

અવધૂત નગર સોસાયટીમાં રહેતા અમરજીતસિંહ કેસરસિંહ સહાની ના ઘરના બેડરૂમમાં રહેલી તિજોરીમાં તેઓના પિતાએ બચત કરેલા રૂ.સવા નવ લાખ મુકેલા હતા. જેની ચોરી તેમના ત્યાં છેલ્લા દસ વર્ષથી કામ કરતી કામવાલી બાઈ મંજૂલાબેન રાઠોડ આ તિજોરીની ચાવી થી ખોલી તેમાંથી ચોરી કરી ગયા અંગેની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે અમરજીતસિંહ એ નોંધાવી છે. ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કામની આરોપી મહિલા ને ઝડપી પાડી તેની પૂછતાછ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા સમય પૂર્વે આ રીતે પ્રીતમ નગરના રહીશ ને ત્યાં પણ કામવાળી બાઈ એ તેના પતિની મદદથી રૂ. સવા દશ લાખની ચોરી કરી હતી. જેને પોલીસે ગણતરીના કલાકો માં ઝડપી પાડી હતી.
ત્યારે અવધૂત નગર સોસાયટીની તે જ પ્રકારની આ ચોરીના બનાવમાં પોલીસ કેટલા સમયમાં સફળતા મેળવે છે અને તેમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું.


Share

Related posts

ભરૂચની જે.પી. કોલેજ કેમ્પસમાં ભાજપાનાં કેટલાક સભ્યો દ્વારા CAA નાં સમર્થનનું બેનર લઈ પ્રચાર કરતાં કોલેજમાં NSUI દ્વારા તેનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં લોકોએ શબે બરાતમાં ઘરે રહી નમાજ અદા કરી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપ્યો.

ProudOfGujarat
error: Content is protected !!