Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ.

Share

કરજણ તરફથી એક પીકઅપ વાનમાં દારૂનો મોટો જથ્થો વડોદરામાં લાવવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચે જામ્બુવા બ્રિજ પાસે વોચ રાખી વાનને અટકાવી હતી. વાનમાં તપાસ કરતાં જુદીજુદી બ્રાન્ડની દારૃની બોટલ અને બીયરના ટીન મળી કુલ રૂ.૪.૭૫ લાખની કિંમતની ૧૨૯૬ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે વાન કબજે કરી ડ્રાઇવર ટીંંકુ સીતારામ ગુપ્તા(ડિફેન્સ કોલોની,ચાણક્ય પુરી,સમા)ની અટકાયત કરી હતી. પોલીસે તેનો મોબાઇલ કબજે કરી પૂછપરછ કરતાં દારૂનો જથ્થો સાહીદ નામના સપ્લાયરે મોકલ્યો હોવાની વિગતો ખુલી હતી જેથી તેને વોન્ટેડ જાહેર કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ આરતી કંપની પાસે ગેંગવોરની ઘટનામાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર જૈમીન પટેલ સહીત પાંચ ઈસમોની ધરપકડ

ProudOfGujarat

નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, ડાયમંડ લીગ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

ProudOfGujarat

આજરોજ ગુજકેટની પરીક્ષા યોજાય ગઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!