Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની આગાહીથી વાતાવરણમાં પલટો

Share

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે આજે સવારથી જ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવતાં કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતાં. હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડશે.

આજે વહેલી સવારથી જ રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. વાદળછાયુ વાતાવરણ હોવાથી તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં વાતાવરણ પલટાતાં કાલુપુર, રાયપુર, પાલડી, ખાડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજે વહેલી સવારથી જ શહેરમાં જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 16 જિલ્લામાં માવઠાનું સંક્ટ છે. બીજી બાજુ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમી દ્વારકા, પોરબંદર, રાજકોટ, ખેડા, પંચમહાલ, સાપુતારા અને બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાના એંધાણ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Advertisement

Share

Related posts

યુવાન ઈલેક્ટ્રીક થાંભલા પર ચડી જતા વિજકરંટ લાગતા ઘટના સ્થળે મોત…

ProudOfGujarat

વહેલી સવારથી જ ભરૂચમાં મેધ મહેર : ઠેર ઠેર પાણી ભરાયા.

ProudOfGujarat

શિયાળાની ઋતુનાં પ્રારંભ થતાં જ લીલા પોંકની સીઝન શરૂ થઈ જાય છે હાઈવેની આજુબાજુ પોંકની હાટડીઓ ધમધમી ઉઠે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!