Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

Share

વડોદરા શહેર પોલીસે ગાંજાનો વધુ એક કેસ કરી એક ઇસમની અટકાયત કરી છે. બાપોદ જકાતનાકા વિસ્તારમાં મુખી નગર-૧ ની સામે ટાયર પંચર કરવાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડયો હતો.

પોલીસે દુકાનદાર ભરત ગબ્બરભાઇ સોલંકી(શક્તિનગર,ન્યુ વીઆઇપીરોડ)ને ઝડપી પાડી રૂ.૨૭૦૦ ની કિંમતનો ૨૭૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ ગાંજો કેટલા સમયથી અને કોની પાસેથી લાવતો હતો તેમજ કોને વેચતો હતો તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એસઓજીની ટીમે બિલ વગરના લોખંડના 14 લાખથી વધુ ના શંકાસ્પદ જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના શિક્ષકે પોતાની કલાકૃતિથી મોરારી બાપુની આબેહૂબ છબી બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!