Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે જન્માષ્ટમી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો.

Share

આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં જન્માષ્ટમી નિમિત્તે એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં જ વિધતામાં એકતા લાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં દરેક ધર્મ પ્રત્યે સદભાવ વિકસાવવાનો છે અને શાળાનાં આવાં કાર્યક્રમ દ્વારા સાથે સાથે બાળકો ધર્મનો આદર કરતાં પણ શીખે. બાળકોમાં અખંડ ભારત અંતર્ગત બધા ધર્મોને સમાનતા આપી સમભાવ વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 
આ કાર્યક્રમનું સંચાલન શાળાના FAITH હાઉસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન કૃષ્ણની આરતી અને જુલા દ્વારા કરવામાં આવી હતી. ગ્રુપના સંચાલક શિક્ષકો દ્વારા બાળકોને કાર્યક્રમ અંતર્ગત સ્પીચ, ગીત અને ડાન્સ, નાટ્ય પ્રસ્તુતિ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષાઓમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વિશે અને જન્માષ્ટમી મહત્વ વિશે જણાવવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા જન્માષ્ટમીનાં પાવન અવસર પર એક ગીત પર નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે પ્રી-પ્રાઇમરી વિભાગના પણ રાધા-કૃષ્ણ અને ગોપીઓની વેશભૂષા પહેરીને આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા અને જન્માષ્ટમીના પાવન અવસર પર એકબીજાને અભિનંદન પાઠવી પાવન ભાવના જાગૃત કરી હતી.ત્યારબાદ આચાર્ય એ પાવન પર્વ પર સર્વને જન્માષ્ટમીનું મહત્વ જણાવી અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કૃષ્ણલીલા તથા ભગવાનના બચપણ, ગુરૂઆશ્રમ અને કૃષ્ણ-સુદામાની વાતો કહી સંભળાવી હતી. આમ, અંતમાં આચાર્યએ દરેક ધર્મ પ્રત્યે આદર-સત્કાર અને સમભાવ જાળવવાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ
 

Advertisement

Share

Related posts

ખેડાના માતર પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા નજીક આવેલ પવિત્ર અને પ્રસિદ્ધ તેમજ કોમી એકતાનો સંદેશ આપતી બાવાગોરની દરગાહનો વહીવટ ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવી માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

વડોદરા : કરજણ નારેશ્વર વાયા પાલેજની બસો બંધ થતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!