Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જીલ્લાના ડોલરીયા ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

Share

છોટાઉદેપુર એસઓજી પોલીસે ડોલરીયા ગામેથી પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ છોટાઉદેપુર એસઓજી ઇ.ચા. પીઆઇ જે.પી.મેવાડા તથા એસઓજી અને પેરોલ ફર્લો પોલીસના માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળી હતીકે ઝોઝ નજીક આવેલ ડોલરીયા ગામમાં રહેતા જેમાભાઈ ધીરીયાભાઈ રાઠવાના ઘર આગળ અડાળીની ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક માણસો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળીને પત્તા પાનાનો જુગાર રમતા હતા. પોલીસે ઘટના સ્થળેથી મુકેશભાઈ વેચલાભાઈ રાઠવા રહે.નવાગામ , તા.જી.છોટાઉદેપુર, નવીનભાઈ ગોવિંદભાઈ રાઠવા રહે.ઘોઘાદેવ ,તા.જી.છોટાઉદેપુર, વેસતાભાઈ ભીમલાભાઈ રાઠવા રહે.ડોલરીયા ,તા.જી.છોટાઉદેપુર, જેમાભાઈ ધીરયાભાઈ રાઠવા રહે.ડોલરીયા ,તા.જી.છોટાઉદેપુર અને સુરપાનભાઈ ગુલીયાભાઈ ધાણક રહે.ખોરવાણીયા ,તા.જી.છોટાઉદેપુરના જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ રૂપિયા ૪૩,૧૨૦ નો મુદ્દામાલ કબજે લઇને જુગાર રમતા ઝડપાયેલ ઇસમો વિરુધ્ધ ઝોઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા સંગઠનની છોટાઉદેપુર જીલ્લા કારોબારીની રચના કરાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાએ શહિદ વીરના પરિવારની મદદ માટે લખ્યો પત્ર…

ProudOfGujarat

લીંબડીમાં ગોકુળ આઠમની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!