Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

Share

ખેડાના ગોબલેજ પાસે પસાર થતાં અમદાવાદ-મુંબઈને જોડતાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો જથ્થો પકડી પડાયો છે. ફોર અને ટુ વ્હીલર મુકવા માટેના કન્ટેનરમાં ગુપ્ત ખાનામાંથી રૂપિયા ૨૩.૯૮ લાખનો દારૂ મળી આવ્યો આ બનાવમાં કન્ટેનર ચાલક પાછળ આવતી પાઈલોટીગ કરતી કારમાં બેસી ફરાર થયો છે. જ્યારે ક્લિનર ભાગવા જતાં પોલીસના હાથે પકડાઈ ગયો છે. પાયલોટીગ કરતી કારમા સવાર સહિત ફરાર થયેલા અને પકડાયેલા એક આરોપી સહિત કુલ ૪ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે.

ખેડા ટાઉન પોલીસે ગોબલજ ગામ પાસેથી પસાર થતાં હાઈવે નંબર ૪૮ પર વડોદરા તરફથી આવતી સફેદ કલરના કન્ટેનર ને રોકવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ કન્ટેનરના ચાલકે થોડે દુર આ વાહનને ઊભુ કરી ને પોલીસ પહોંચે તે પહેલાં જ આ
કન્ટેનરનો ચાલક પાછળ આવતી કારમા બેસી ભાગી ગયો હતો. પોલીસે કારનો પીછો કરવા લાગી તે દરમિયાન ઉપરોક્ત કન્ટેનરમાંથી ક્લીનર ઉતરી ખેતરમાં ભાગવા લાગ્યો હતો.પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ હાથ ધરી હતી. કન્ટેનર પાછળ તપાસ હાથ ધરતાં ફોર અને ટુ વ્હીલર મુકવા માટેના કન્ટેનર હતું આ કન્ટેનર બે ભાગમાં વહેંચાયેલું હતું. ડ્રાઈવર પાછળના ભાગે ૧૨ ફુટ પહોળુ અને ૧૨ ફુટ ઉંડા પતરાના ગુપ્ત ખાનુ મળી આવ્યું હતું. જેમાં તપાસ હાથ ધરતાં વિદેશી દારૂની નાનીમોટી પેટીઓ મળી
કુલ રૂપિયા ૨૩ લાખ ૯૮ હજાર ૮૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ક્લિનરની પુછપરછ કરતા તેણે પોતાનું નામ ગુરૂદીપસિગ ઉર્ફે ગોપી સોનસિગ સ્વરણસીગ જાટ શીખ (રહે.ગડશંકર, પંજાબ) હોવાનું જણાવ્યું હતું. અને વધુ પુછપરછમાં આવતી પાયલોટીગ કરતી કારમાં ફરાર થયેલા ઉપરોક્ત કન્ટેનર ચાલક રાજુરામ (રહે.રાજસ્થાન) ફરાર થયો અને કારમાં ફૌજીભાઈ તેમજ કાળુભાઈ (બંને રહે.હરીયાણા) સવાર હતા. આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવાતો હતો અને રાજુરામ જણાવે તે જગ્યાએ આ દારૂનો જથ્થો પહોચાડવાનો હતો. આમ પોલીસે કુલ ૪ વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાં આ કન્ટેનર આર.સાઈ લોજીસ્ટીક
ઈન્ડિયા પ્રા.લી. નાગાલેન્ડ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે.

નરેશ ગનવાની : નડીયાદ

Advertisement

Share

Related posts

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝધડિયામાં સગીરાના અપહરણનાં ગુનામાં ફરાર આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે ઝડપી લઈ રાજપારડી પોલીસને હવાલે કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચનાં પનોતા પુત્ર અને રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલ ઝડપથી સાજા થાય તે માટે મહામૃત્યુંજય મંત્રનાં જાપ અને યજ્ઞનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!