Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

Share

સયાજીગંજ પોલીસ ટીમના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ ડેરી ડેન્સ સર્કલ ખાતે મુંબઈ સ્પાઇસ નામની ચાઈનીઝની લારી ઉપર હાલમાં ચાલી રહેલ આઈપીએલની રોયલ ચેલેન્જ બેંગલોર અને લખનવ સુપર જાયન્ટની મેચ ઉપર મોબાઈલ ફોનમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમે છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના શખ્સને ઝડપી પૂછતાછ કરતા બિનની ખૂબચંદ કનાયા (રહે-દર્શનમ સેન્ટ્રલ પાર્ક, સયાજીગંજ) હોવાનું બહાર આવ્યું હતું. આરોપીએ કબુલાત કરી હતી કે, એક ઈસમ મારફતે વેબસાઈટ થકી 20 હજારની આઈડી મેળવી દાવ લગાવ્યો છે. પોલીસે મોબાઈલફોન તથા રોકડ સહિત 3,360 નો મુદ્દામાલ કબજે લઈ આઈડી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ.

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

ભરૂચ : 100 કુટુંબોને ભૂખે રહેવાનાં દિવસો આવ્યા જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!