Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધાના ખુટજ ગામે દિકરાએ માતા પર ચપ્પાથી હુમલો કરતા ચકચાર

Share

મહુધાના ખુટજ ગામે વિધવા માતા પર પુત્રએ જ ચપ્પા વડે હુમલો કરતાં માતા ઘવાઈ હતી. પુત્ર કોઈ કામ ધંધો કરતો ન હતો માતાએ ઠપકો આપતાં આક્રોશમાં આવેલા પુત્રએ ચપ્પુથી હુમલો કર્યો હતો. આ બનાવ મામલે ઘાયલ માતા એ જ પોતાના પુત્ર સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહુધા તાલુકાના ખુટજ ગામે લીમડાવાળા ફળિયામાં રહેતા ૫૦ વર્ષિય કૈલાશબેન જનકભાઈ પટેલ પોતાના એકના એક દીકરા નિલેશ સાથે રહે છે. કૈલાશબેનને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે. કૈલાશબેનના પતિ જનકભાઈ  એક વર્ષ અગાઉ મરણ ગયા હતા. ગઇકાલે સાંજના  કૈલાશબેને પોતાના દીકરા નિલેશને કોઈ કામ ધંધો કરતો ન હતો જેથી કૈલાશબેને કામકાજ કરવા બાબતે પોતાના દિકરાને ઠપકો આપ્યો હતો. તે સમયે આક્રોશમાં આવેલા નિલેશે ચપ્પુ વડે પોતાની માતા કૈલાશબેન પર હુમલો કર્યો હતો. નાકના ભાગે ઘસરકો થઈ ગયો હતો અને ચામડી ચીરાઈ ગઈ હતી. આ ઉપરાંત જમણા હાથ પર પણ ઈજા થઈ હતી. જેથી કૈલાશબેનના કૌટુંબિક દોડી આવ્યા હતા અને  કૈલાશબેનને સારવાર અર્થે મહુધાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી દવા કરાવી કૈલાશબેન પોલીસ સ્ટેશને  આવ્યા હતા અને હુમલાખોર પોતાના દિકરા નિલેશ સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

प्रशंसकों के दिलों में बस्ते है ऋतिक रोशन एक फैनने इंस्टाग्राम पोस्ट के जरिये बयां की अपनी खुशी!

ProudOfGujarat

દાહોદનાં બાવકા ખાતે વનવિભાગ દ્વારા પંચવટીનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

“દરેક પરિવારની જરૂરિયાતો પૂરી થવી જોઈએ” – વાસ્તવિક જીવનના હીરો સોનુ સૂદનો પંજાબથી આશાનો સંદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!