Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : માંડવા ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું.

Share

અંકલેશ્વરના માંડવા ગામમાં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. ફરિયાદી મકાન માલિક ગણેશભાઈ દ્વારા મળેલ માહિતીના આધારે તેઓ ગત શનિવારના રોજથી સાપુતારા પોતાના પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા ત્યારે તસ્કરોએ ઘરના નકુચા તોડી અને ચોરી કરી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર આજરોજ તેઓ સાપુતારાથી અંકલેશ્વર પોતાના ઘરે સવારના લગભગ 9:30 કલાકે પરત ફર્યા હતા ત્યારે તેઓએ ઘરની સ્થિતિ જોતાં તેઓના ઘરના મેઈન દરવાજનું લોક અને નકુચા તોડી નાખ્યું હતું અને ઘરમાં જોતાં તિજોરીમાંથી સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો.

તિજોરીનું લોક તોડી અને 50 થી 60 હજારના સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી હતી અને તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા. આ અંગે મકાન માલિકે અંકલેશ્વર પોલીસને જાણ કરતા અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી ગયો હતો અને બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .

Advertisement

મુકેશ વસાવા , અંકલેશ્વર


Share

Related posts

સુરતમાં ગુજરાતી યુવાને પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ નાનકની શાનદાર રંગોળી બનાવી છે.

ProudOfGujarat

ખેડા : ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદાનું માતરમાં ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં છોડવાનો મામલો, જીપીસીબી એ તપાસ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!