Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન.

Share

*જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન.

ભારતીય જનતા પાર્ટીને રઘુવંશી સમાજનો ટેકો જાહેર.

Advertisement

રઘુવંશી સમાજને લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન કરવા સાંસદ પરિમલભાઈ નથવાણીની અપીલ.

ભગવાનશ્રી રામના વંશજ તરીકે રઘુવંશી સમાજ, બપોર પહેલા ૧૦૦% મતદાન કરે : જીતુભાઇ લાલ.

૧૨ લોકસભા (જામનગર – દેવભૂમિ દ્વારકા) ના સાંસદ તથા ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ ને મળી દરેક સમાજનું નું પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. વિવિધ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ને ટેકો પ્રાપ્ત થઇ રહ્યો છે. રઘુવંશી સમાજ આયોજિત સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી ને ટેકો જાહેર કરવામાં આવેલ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના પ્રત્યેક નાગરિકના હિતલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવેલ છે, અને દરેક યોજનાનો લાભ છેવાળા માનવી સુધી પહોંચ્યો છે. ૧૨ લોકસભાના સાંસદ તથા ઉમેદવાર માનનીય પૂનમબેન માડમ સતત પ્રજા વચ્ચે રહી સમર્પિત કામગીરી કરી રહ્યા છે. અને આગમી લોકસભાની ચૂંટણીમાં જીત ની હેટ્રિક સર્જવા જઈ રહ્યા છે ત્યારે, વિવિધ સમાજ દવારા ભારતીય જનતા પાર્ટી ને સમર્થન, ટેકો જાહેર કરવામાં આવી રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જણાવેલ કે, લોકસાહીના મહાપર્વમાં દરેક નાગરિકએ મતદાન કરવું જોઈએ, પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હાલ દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબએ ગુજરાત અને હવે વિશ્વ સ્તરે ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આપણે સૌ તેઓના રાષ્ટ્રવિકાસ ના યજ્ઞ માં આહુતિ આપી ને દેશહિત માટે ફરજ બજાવીયે.
લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ દ્વારા જણાવવામાં આવેલ કે, ભગવાનશ્રી રામના વંશજ તરીકે રઘુવંશી સમાજ, બપોર પહેલા ૧૦૦% મતદાન કરી શક્તિનું દર્શન કરાવવું.
આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, બારાડી લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાશ રાયચુરા, જામનગર લોહાણા મહાજન વડીલ સમિતિના સભ્ય તથા ધારાશાસ્ત્રી નટુભાઈ બદીયાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, તુળશીભાઈ ભાયાણી, મૌલિક નથવાણી, મહામંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી નિર્મળભાઈ સામાણી, મંત્રી ભાવિન અનડકર, સંગઠન મંત્રી ગીરીશભાઈ ગણાત્રા, ઓડિટર બાબુભાઇ બદીયાણી, ગોવા શિપ યાર્ડના ડાયરેકર હસમુખભાઈ હિંડોચા, નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન વકીલ મનોજ અનડકર, મહાનગરપાલિકાના કોર્પોરેટર પન્નાબેન કટારીયા, કુસુમબેન ચોટાઈ (પંડ્યા), ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા ઉપરાંત હાલાર પંથકના લોહાણા મહાજનનો યુવક મંડળો, કર્મચારી મંડળો, તથા મીડિયા ક્ષેત્રમાં રહેલ જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

જુનાગઢ: ભાજપના કોર્પોરેટર સહિત આઠ લોકો જુગારના રમતા ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

લીંબડી ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૮ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!