Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ મોવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત નીપજયું

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગથી મોવી જવાનાં માર્ગ પર મોવી બસ સ્ટેન્ડ નજીક એક હાઇવા ડમ્પરના ચાલકે પૂર પાટ હંકારી લાવી ખેતરેથી ઘરે જતા રસ્તો ક્રોસ કરી રહેલ 5 વર્ષીય બાળકને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજતા હાઇવા ડમ્પરનો ચાલક સ્થળ પરથી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ પર રાકેશભાઈ બોખાભાઈ વસાવા નાઓ પોતાના બે બાળકો સાથે ખેતરેથી પોતાના ઘરે મોવી ટેકરા ફળિયા તરફ જઈ રહ્યા હતા દરમ્યાન તેઓનો પાંચ વર્ષીય દીકરો રોનક વસાવા પ્રથમ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક પૂર ઝડપે મોવી ગામ તરફ આવી રહેલ હાઇવે ડમ્પર નંબર DD 02 G 9842 ના ચાલકે રોનકને અડફેટે લેતા તેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાઓ સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જે બાદ હાઇવા ટ્રકનો ચાલાક સ્થળ ઉપરથી વાહન લઈ રાજપીપલા તરફ નાસી ગયો હતો.

Advertisement

અચાનક સર્જાયેલ અકસ્માતની ઘટનાના પગલે સ્થળ ઉપર લોક ટોળા ભેગા થઈ ગયા હતા જે બાદ ઘટનાઓ અંગેની જાણ નેત્રંગ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક બાળકની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતીમાન કર્યા હતા.


Share

Related posts

વડોદરા : હાંડોદ ગામમાં વિકાસના કામોનું પુર્વ ધારાસભ્ય સતીષ પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કાકલપોર સરસાડ સુથારપરા પ્રા.શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

આમોદ ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત.એકને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!