Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકાર વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

છેલ્લા 2018 થી સરકારમાં તલાટી કમ મંત્રીની માંગણીઓ સ્વીકારવામાં આવી રહી નથી જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહા મંડળની આગેવાનીમાં માંગણીઓ સ્વીકારવાં આવે તે અંગે ભરૂચ જીલા કલેકટરને આંદોલન થકી અને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.

આજરોજ ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ તથા તાલુકાનાં તમામ હોદ્દેદારોને સાથે રાખીને જિલ્લા કલેકટરને અને વિકાસ અધિકારીને આવેદન પાઠવવામા આવ્યું હતું. આંદોલનના ભાગરૂપે તા. 20 મી સપ્ટેમ્બર 2021 ના રોજ તમામ તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ નિભાવશે. 27 મી સપ્ટેમ્બરનાં રોજ પેન ડાઉનનો કાર્યક્રમ યોજવામાં આવશે અને 1 લી ઓકટોબરના રોજ તાલુકા કક્ષાએ અન્ય કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં ઓનલાઈન તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે અને 7 મી ઓકટોબરના રોજ ભરૂચ જિલ્લાના 429 તલાટી કમ મંત્રીઓ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા યોજવામાં આવશે .અને તે બાદ પણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળની આગેવાનીમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના તલાટીઓ ધારણા કરશે.

આવેદનમાં જણાવેલ માંગણીઓ અનુસાર, 2004-05 થી તલાટીઓને સળંગ નોકરી કરી અને ઉછક્ટર પગારપાંચ ધોરણ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. પ્રમોશન આપવા, જિલ્લા ફેરબદલીઓનો નિકાલ કરવો, સસ્પેસનની ફાઇલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો અને સસ્પેશનના નિયમો મુજબ કાર્યવાહી કરવી તલાટીઓને મંચ કરવા, તેઓને 44 મુજબનો ગ્રેડ પે કરવો આ પ્રકારની માંગ પૂરી નહીં થાય તો તલાટી મંડળ દ્વારા ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે.

Advertisement

Share

Related posts

મહીલા બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી પાલેજ પોલીસ.

ProudOfGujarat

વડોદરા : આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલીસે 25 યુવક-યુવતિઓની અટકાયત કરી.

ProudOfGujarat

ભરૂચના ABC સર્કલ નજીક ગેરકાયદે ઉભી કરાયેલ 5 દુકાનોનું બૌડા દ્વારા દબાણ દૂર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!