Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ABC સર્કલ નજીક ગેરકાયદે ઉભી કરાયેલ 5 દુકાનોનું બૌડા દ્વારા દબાણ દૂર કરાયું.

Share

ભરૂચ નજીકના ABC સર્કલ પાસે પરવાનગી વગર ઉભી કરી દીધેલી 5 દુકાનો ઉપર આજે બૌડાએ બુલડોઝર ફેરવી દઇ દુકાનો જમીનદોસ્ત કરી દીધી હતી.

ભોલાવ ગામની હદમાં આવતા નર્મદા નગર વિસ્તારમાં ABC સર્કલ પાસે પીઝા હટની બાજુમાં દિપક નારાયણ પટેલની જમીન પર ગેકાયદેસર 5 દૂકાનો બાંધવામાં આવી હતી. નોટિસો આપવાં છતા અને તાકીદ કરવા છતાં દબાણ દૂર કરવામા આવતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી બૌડા એ દબાણ દૂર કર્યુ હતું.

બૌડા દ્વારા હાલના સમયમાં દબાણ દૂર કરનારા બિલ્ડરો સામે તેમજ અન્ય રહીશો સામે લાલા આંખ કરવામાં આવી છે. આજે જે ABC સર્કલ પાસે દબાણ દૂર કરવામાં આવ્યા તેમાં સામાજિક કાર્યકર દિનેશ ખુમાનની અરજીને ધ્યાનમાં રાખી બૌડા દ્વારા દબાણ કરનારને ઉપરાછાપરી નોટિસો આપવામાં આવી હતી તેમ છતાં દબાણ કરનારે દબાણ દૂર કર્યું ન હતું છેવટે જાન્યુઆરી માર્ચમાં બૌડા દ્વારા એવી નોટિસ આપવામાં આવી હતી કે ક્યાં તો તમે દબાણ દૂર કરી લો અથવા અમે દબાણ દૂર કરીશું છેવટે બૌડા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ બૌડાની કામગીરીનો ધમધમાટ જોઈ આ વિસ્તારમાં અન્ય દબાણ કરનારાઓમાં પણ ફફડાટની લાગણી ફેલાય ગઈ હતી.

Advertisement

Share

Related posts

ये बॉलीवुड जोड़ी ने कभी शादी नहीं की, लेकिन रहते थे ‘पति पत्नी’ की तरह

ProudOfGujarat

પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા ચરણજીત ચન્ની : રાહુલ ગાંધી હાજર રહ્યા

ProudOfGujarat

ઉમરપાડાનાં બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરનાં સન્માન સાથે અંતિમ વિદાય માન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!