Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના યુવકને ગઠિયાએ લિંક મોકલી એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધા

Share

ખેડાના ગોબલજમા યુવકને બેંકનુ એકાઉન્ટ બ્લોક થઇ ગયો છે તેવો મેસેજ મોકલી નાણા ખંખેર્યા છે. ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોધાઇ છે.

ખેડા તાલુકાના કોબલા ગામની સીમમાં રહેતા ૩૫ વર્ષિના સંદીપકુમાર ભગવાનભાઈ પટેલને ગત ૫ મી માર્ચના રોજ નોકરીએ હતા. ત્યારે અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તમારું એચડીએફસી બેંકનું એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ છે એવો મેસેજ આવ્યો હતો તેની સાથે લીંક પણ મોકલી હતી. આ મેસેજ બેંક દ્વારા આવેલ હોવાનો માની સંદીપભાઈએ આ લીંક ખોલી હતી. જેમાં પાનકાર્ડને ડિટેલ્સ માગી હતી. તેઓએ આ ડિટેલ્સ આપી હતી ત્યારબાદ બે ઓટીપી આવ્યા હતા જે ઓટીપી આપતા સંદીપભાઈના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૯ હજાર ૫૦૦ કપાઈ ગયા હતા. ત્યારબાદ સંદીપભાઈને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા તેઓએ તરત તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અને ગતરોજ ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માલદિવ્સમા નીરજ ચોપરા સ્કૂબા ડાઈવિંગ દરમિયાન પાણીમાં ભાલા ફેકતો જોવા મળ્યો

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!