Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આરટીઆઈ એક્ટના ૨૧ વર્ષ છતાં મુશ્કેલીઓ યથાવત: કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા એક્ટિવિસ્ટો : દરેક સરકારી કચેરી બહાર આરટીઆઈના નિયમો અને માર્ગદર્શન દર્શાવતું બોર્ડ લગાવવા માંગણી

Share

 

ભરૂચ :

Advertisement

નાગરિકોને માહિતીનો અધિકાર આપતા ‘આરટીઆઈ’ (RTI) કાયદાને અમલમાં આવ્યાને ૨૧ વર્ષ જેટલો લાંબો સમય વિતી ગયો હોવા છતાં, આજે પણ આરટીઆઈ એક્ટિવિસ્ટો તેમજ સામાન્ય નાગરિકોને માહિતી મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં એક્ટિવિસ્ટોએ મુખ્ય માંગણી કરતા જણાવ્યું હતું કે, દરેક સરકારી કચેરીઓની બહાર આરટીઆઈ કાયદાના નિયમો, અરજી કરવાની પદ્ધતિ તેમજ તેને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતા સુવાચ્ય બોર્ડ લગાવવામાં આવે.

એક્ટિવિસ્ટોના જણાવ્યા મુજબ, સરકારી કચેરીઓ બહાર આવા માર્ગદર્શક બોર્ડ લગાવવાથી આરટીઆઈ કાર્યકરો ઉપરાંત સામાન્ય જનતાને પણ કાયદાકીય જોગવાઈઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે અને માહિતી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.


Share

Related posts

રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર ૪.૦૩ લાખનો ગાંજો ભરેલી બેગ મળી : કાળા કલરના થેલામાં ખાખી કલરના સેલોટેપથી વિંટાળેલાં બે પેકેટમાં ૮.૦૭૫ કિલો ગાંજો નિકળ્યો

ProudOfGujarat

ભરૂચ એસટી વિભાગ દ્વારા ઊર્જા અને ડીઝલ બચત અભિયાન શરૂ : લોકો પોતાના ખાનગી વાહનોના બદલે વધુમાં વધુ એસટી બસ સેવાઓનો ઉપયોગ કરે તેવી અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!