Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના કારેલા ગામ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ડ્રાઇવરને ઝોકું આવતા બે ટેમ્પા ભટકાયા :  એક ટેમ્પો પલટી ગયો, બીજાએ રેલિંગ તોડી: પ્લાસ્ટિકના દાણાની બોરીઓ રોડ પર ફેલાઈ  :  બંને ચાલકો મોતના મુખમાંથી સહીસલામત બહાર આવ્યા, મોટો અનર્થ ટળ્યો

Share

ભરૂચ :

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વાહનચાલકો માટે ફરી એકવાર જોખમી સાબિત થયો છે. ભરૂચ નજીક કારેલા ગામ પાસે રવિવાર/સોમવાર દરમિયાન બે ટેમ્પા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હાઇવે પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, ડ્રાઇવિંગ કરતી વખતે ચાલકને આંખ મળી જવાથી (ઝોકું આવી જવાથી) વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બે ટેમ્પા સામસામે કે પછડાટમાં આવી ગયા હતા.

Advertisement

અકસ્માતની આ અફરાતફરીમાં એક ટેમ્પો માર્ગ પર જ પલટી મારી ગયો હતો જ્યારે અન્ય ટેમ્પો રેલિંગ કૂદીને ફંગોળાયો હતો. ટેમ્પામાં લોડેડ રહેલી પ્લાસ્ટિકના દાણાની બોરીઓ નીચે ઢોળાતા રસ્તા પર છવાઈ ગઈ હતી. જોકે, ઈશ્વર કૃપાથી અને સમયસૂચકતાને કારણે બંને ટેમ્પાના ડ્રાઇવરોને ગંભીર ઇજાઓમાંથી બચાવ થયો હતો અને સહીસલામત બહાર આવી ગયા હતા. ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ હડકંપ મચી ગયો હતો.


Share

Related posts

દિલ્હીથી ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનું રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરને રાજીનામાની યાદી આપવા જતા પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચમાં અશાંત ધારાનું ચુસ્ત પાલન થાય તેવી માંગ સાથે સોની ફળિયા યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!