Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં કોંગ્રેસના ધરણાં દરમિયાન પોલીસ સાથે ઘર્ષણનો નવો વળાંક, વકીલ શૈલેષ પરમારે પોલીસકર્મીઓ સામે અરજી કરી : મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણને ઇજા પહોંચાડવાના આક્ષેપ વચ્ચે શૈલેષ પરમારનો વળતો પ્રહાર; જાતિવિષયક અપશબ્દો, મારામારી અને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ ગયાનો આક્ષેપ

Share

ભરૂચ:

ભરૂચમાં વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણમાં નવો વળાંક આવ્યો છે. મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચાડવાના આક્ષેપનો સામનો કરી રહેલા વકીલ અને કોંગ્રેસી કાર્યકર શૈલેષ પરમારે હવે પોલીસ કર્મચારીઓ સામે જ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. તેમણે પોલીસ કર્મચારીઓ પર જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારવા, ધક્કામુક્કી કરવા, માર મારવા અને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ જવા સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે.

Advertisement

શૈલેષ પરમારના જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શન પહેલાં પાંચબત્તી વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ સાથે તેમની વાતચીત થઈ હતી. ભાજપના બે કાર્યક્રમો યોજાયા હોવા છતાં કોંગ્રેસને પ્રદર્શનની મંજૂરી કેમ આપવામાં આવતી નથી, તેવો સવાલ કરતાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને તેમને અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ છે. તે સમયે તેમના ભત્રીજાએ તેમને ત્યાંથી દૂર લઈ જઈ મામલો શાંત પાડ્યો હતો.

ત્યારબાદ કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ શરૂ થયો ત્યારે ફરી પોલીસ કર્મચારીઓ સાથે રકઝક થઈ હતી. શૈલેષ પરમારના આક્ષેપ મુજબ, તેમને ધક્કા મારી આગળ વધતા રોકવામાં આવ્યા હતા અને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની સાથે ધક્કામુક્કી કરી મુક્કા મારવામાં આવ્યા હતા અને પોલીસ વાનમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

પોલીસ વાનમાં મહિલા પોલીસ કર્મચારી શક્તિસિંહને અચાનક લોહી નીકળતાં ત્યાં હાજર કાર્યકરો અને પોલીસ કર્મચારીઓનાં કપડાં પર લોહીના ડાઘા પડ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. જોકે, પોતાને પણ ઈજા થઈ હોવાની જાણ બાદમાં થઈ હોવાનો તેમનો દાવો છે. ત્યારબાદ મહિલા પોલીસ કર્મચારીએ તેમને વકીલાત ભૂલાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે, એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા બાદ પણ એક પોલીસ કર્મચારીએ તેમની સાથે અપશબ્દો ઉચ્ચારી તકરાર કરી હતી. કોંગ્રેસના આગેવાનોની દરમિયાનગીરી બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને સમગ્ર ઘટના જણાવી ફરિયાદ નોંધાવવાની વાત કરતાં પોલીસ અધિકારીએ માફી માગી અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનો દાવો તેમણે કર્યો છે.

જોકે, ૧૩ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૦ વાગ્યે ચાર પોલીસ કર્મચારીઓ તેમની ઓફિસે આવ્યા હતા અને તેમને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે. શૈલેષ પરમારના જણાવ્યા મુજબ, તેમને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને બાદમાં તેમની સામે નોંધાયેલી ફરિયાદ અંગેની નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો જવાબ પોતાની મરજીથી લખ્યો હોવા છતાં પોલીસે તે લખ્યો ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

આ સમગ્ર મામલે શૈલેષ પરમારે પોલીસ કર્મચારીઓ સામે અરજી આપી તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. બંને પક્ષે કરવામાં આવેલા આક્ષેપો વચ્ચે પોલીસની સત્તાવાર પ્રતિક્રિયા અને તપાસમાં શું હકીકત બહાર આવે છે તે હવે મહત્ત્વનું બન્યું છે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

ProudOfGujarat

ચોમાસાની સિઝનમાં નવકા વિહાર બની પ્રવાસીઓની પહેલી પસંદ

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસનો વાહનચોરી રેકેટનો ભંડાફોડ: પાંચ ચોરાયેલ મોટરસાયકલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, ગેરેજ માલિક પણ સકંજામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!