Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો ની ઉજવણી કરાઇ,હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર ,લેબોરેટરી,અને અઘ્યતન ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Share

લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્રારા તા.2જી જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી દરમિયાન નિદાન કેમ્પ,
સામાજીક નાટક, સંગીત સંધ્યા, ઉદઘાટન સહીત વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા. 
લાયન્સ કલબ ઓફ વિરમગામને 50 વર્ષ અને લાયન્સ આંખની હોસ્પિટલને 25 વર્ષ પુર્ણ થતા સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં હતુ. વધુ લાયન્સ કલબ ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલોના જીણોદ્ધાર માટે તા.2જીથી 7મી જાન્યુઆરી લાયન્સ સપ્તાહની ઉજવણ કરાઇ રહી છે .આજરોજ 6 જાન્યુઆરી સાંજે 5 કલાકે સુવર્ણજયંતી મહોત્સવ કાર્યક્રમ લાયન્સ હોલમાં યોજાઇ ગયો. ચીનુભાઇ એચ. શાહ (સમાજ
રત્ન) રામપુરા(ભંકોડા)ના વતની હાલ મુંબઇ (ઓર્થોપેડીક હોસ્પિટલના દાતા) વિરમગામના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડ સહિત મહાનુભાવોએ ની ઉપસ્થિતીમાં ઉપસ્થિત રહ્યા હતા. વઘુમાં  કાર્યક્રમમાં સેવંતીલાલ વોરા (ચેરમેન) અર્ષદ ઘેંસીયા (પ્રમુખ) અને અતુલ જોઘાણી (સેક્રેટરી) સહીત લાયન્સ કલબની ટીમ મહોત્સવને સફળ બનાવવા મહેનત કરી રહી છે.
લાયન્સ ઈન્ટનેશનલને 100 વર્ષ ,લાયન્સ ક્લબ ઓફ વિરમગામને 50 વર્ષ અને લાયન્સ ક્લબ(સો.) ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલના 25 વર્ષ પૂર્ણ થવાના ત્રિવેણી સંગમમાં  લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલ અદ્યતન ઓપરેશન થિયેટર ,લેબોરેટરી,પ્રવેશદ્વાર સહિતના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા.
 
 પીયુષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

ગોધરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .

ProudOfGujarat

બળાત્કારના કેસમાં ત્રણ આરોપીઓને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

મહિલાઓની સતામણી કરતા રોમિયો ચેતી જજો: વડોદરામાં છટકું ગોઠવી રોમિયોગીરી કરતા શખ્સને ઝડપી પાડયો.

ProudOfGujarat
error: Content is protected !!