Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કિશનવાડીમાં ક્રિકેટ મેચ સટ્ટાના જુગારધામ પર દરોડો

Share

વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે, વડોદરા શહેરના કિશનવાડી 54 ક્વાર્ટ્સના મકાન નં-138 માં રહેતો ચંદ્રકાંત ઉર્ફે ટેણીયો ચંદુભાઇ રાજપૂત (ઉં.વ.43) આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઇેલવન વચ્ચેની મેચ પર સટ્ટો રમાડે છે, જેના આધારે પીસીબીએ રેડ કરી હતી. જેમાં આરોપી ચંદ્રકાંત ઝડપાઈ ગયો હતો. આરોપી ઓનલાઇન ક્રિકેટનો હાર જીતનો સટ્ટો રમવા માટે goggexch.com નામની આઇડી અને Ravi7777ના યુઝર નેમથી લાઇવ ગુરુ નામની એપ્લિકેશન પર મેચનો લાઇવ સ્કોર બોર્ડ જોઈને સટ્ટો રમાડતો હતો.

પોલીસે આરોપી ચંદ્રકાંત પાસેથી અંગઝડતીના 1800 રૂપિયા, 2 મોબાઇલ અને હિસાબ માટેનો ચોપડો મળીને કુલ 16,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ચંદ્રકાત રાજપૂતની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મેચનો સટ્ટો રમનાર સટ્ટોડિયા ભૂરીયો, મનિષ, જારીયો, ચીની, રકેશ, દસતુ તથા ઓનલાઇન આઇડી આપનાર તેમજ સટ્ટાનું કટિંગ લેનાર, વિક્રમ ઉર્ફે વિક્કી તેમજ આઇડી અપાવનાર અને રવિ નામના 8 આરોપી વોન્ડેટ જાહેર કર્યો છે. પીસીબીએ રેડ કરીને આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ, દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા

ProudOfGujarat

રક્ષાબંધન પર ભરૂચ પાલિકાની બહેનોને ભેટ : બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સિટી બસમાં આખો દિવસ નિઃશુલ્ક મુસાફરી

ProudOfGujarat

ભરૂચ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમા અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ ની એન્ટ્રી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!