Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ કેબલ ભરીને જતી પીકઅપ વાન સાથે ચાલક ની અટકાયત કરી

Share

જાણવા મળ્યા મુજબ માહિતીના આધારે અંકલેશ્વરના કોસમડી ગામ પાસેથી જીઆઇડીસી પોલીસે એલ્યુમિનિયમ કેબલનો જથ્થો ભરીને જતી પીકઅપ વાન સાથે ચાલકની અટકાયત કરી કુલ રૂ! 4 લાખ 61 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ ને બાતમી મળી હતી કે  બોલેરો પીકઅપવાન માં એલ્યુમિનિયમ ના કેબલનો જથ્થો ભરીને વાલિયા તરફ જઈ રહી છે જેના આધારે જીઆઇડીસી પોલીસે અંકલેશ્વર વાલીયા રોડ પર કોસમડી ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બોલેરો પીકઅપ વાન આવતા તેને રોકી તલાસી લેતા એલ્યુમિનિયમ ના કેબલ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અનિલ મહેશ વસાવા રહેવાસી વાલીયા તાલુકાના નલધરી ગામનાની શંકા નાં આધારે આ કેબલના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા તેની અટકાયત કરી હતી, જીઆઇડીસી પોલીસે 60 હજાર 500 ની કિંમત નો આશરે 605 કિલોગ્રામ કેબલ નો જથ્થો અને 4 લાખ ની કિંમત ની પીકઅપ વાન અને મોબાઈલ મળી કુલ રૂ! 4 લાખ 61 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યોગી પટેલ

Share

Related posts

નર્મદા ડેમમાંથી અચાનક પાણીનો જથ્થો છોડવાને લીધે કુબેર ભંડારીએ ડુબવાની ઘટના તેમજ રાહત-બચાવ કામગીરીનું પોઇચા ખાતે સફળ મોકડ્રીલ યોજાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઠેરઠેર રસ્તા વચ્ચે જ રખડતા ઢોરને પગલે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર નિદ્રામાં..!

ProudOfGujarat

ભરૂચમાં કષ્ટભંજન દાદાના આમંત્રણ રથનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat
error: Content is protected !!