Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના વગુસણા ગામ નજીક આવેલ રબર ની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે ફાયર વિભાગ ની મદદ થી આગ ઉપર કાબુ મેળવવા માં આવ્યો હતો..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ માં નેશનલ હાઇવે ૮ ઉપર આવેલ અતિથિ હોટલ ની પાછળ ના ભાગે રબર ફેકરી માં અચાનક ભીષણ આગ લાગતા કંપની કર્મચારીઓ માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…..
ધુમાડા ના ગોટેગોટા એક સમયે કંપની ઉપર ની છત ઉપર થી નીકળતા કર્મચારીઓ ના જીવ તાળવે ચોંટી ગયા હતા બનાવ અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા અને જી એન એફ સી ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર કર્મીઓ એ તાત્કાલિક લાઇ બમ્બા સાથે ઘટના સ્થળે દોડી જઈ કંપની કર્મચારીઓ ને સલામત સ્થળે ખસેડી આગ ઉપર ગણતરી ના સમય માં  કાબુ મેળવ્યો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે રબર કંપની માં આગ લાગવાની ઘટના ના પગલે કંપની માં રહેલ માલ સામાન બડી ને ખાખ થઇ ગયો હતો. જયારે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…
હારૂન પટેલ

Share

Related posts

શિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડીનો કંપનીઓની બસનો રૂટ પુન: શરૂ કરવા સંદિપ માંગરોલાની રજૂઆત

ProudOfGujarat

ભરૂચ શહેર-જિલ્લામાં આજે CAA અને NRC ના કાયદા સામે વિરોધ કરતા કાર્યક્રમને પગલે કતોપોર દરવાજા વિસ્તારના હિંદુ-મુસ્લિમ દુકાનદારોએ દુકાન સ્વયંભૂ બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતનુ ગૌરવ : વિકાસ ઉપાધ્યાયને પત્રકારત્વ ક્ષેત્રે મોરારિબાપુએ સ્વર્ગસ્થ શ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિકથી નવાજ્યા.

ProudOfGujarat
error: Content is protected !!