Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ ઇન્દોર ક્રોસીંગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

Share

ઠલાલના ભાથીપુરામાં રહેતા ત્રણ મિત્રો બપોરના સમયે ચકલાસી ખાતે જાનમાં એક મોપેડ પર નીકળ્યા હતા. ત્યારે કઠલાલ ઇન્દોર હાઇવે ક્રોસિંગ પર એક ટ્રક સિગ્નલ આપ્યા વગર ટર્ન મારતાં રોડ પર આવી ગયુ હતુ. પાછળ આવતા મોપેડમાં બ્રેક મારવા છતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક સુરેશભાઇ ઝાલાનું મૃત્યુ નીપજ્યુ હતુ.

કઠલાલ ભાથીપુરામાં રહેતા ત્રણ મિત્રો વિપુલ ઝાલા, સુરેશ ઝાલા અને સંજય ઝાલા ત્રણેય મિત્રો મોપેડ પર ચકલાસી જાનમાં જવા માટે નિકળ્યા હતા. ત્યારે બગડોલ પાટિયા પાસે અમદાવાદ ઇન્દોર ક્રોસીંગ પર પહોંચતા ક્રોસીંગમાંથી એક ટ્રક વધુ સ્પીડમાં કોઇ પણ પ્રકારનું સિગ્નલ આપ્યા વગર કટમાથી વળાવી હતી. પરંતુ ટ્રકનુ આખો ટર્ન ન વાગતા રોડ પર આવી ગઇ હતી. જેથી મોપેડને અચાનક બ્રેક મારવા છતા ટ્રકના પાછળના ભાગે અથડાયું હતુ. જેમાં ત્રણ જણા રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં સુરેશભાઇ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તથા વિપુલભાઇ અને સંજયભાઇને શરીરે ઈજા પહોંચી હતી. જેને લઇ ટ્રક રસ્તા વચ્ચે ટ્રક ઉભી રાખી ટ્રક ડ્રાઇવર ભાગી ગયો હતો. આ અકસ્માત સર્જાતા સુરેશભાઇનું મોત નિપજતા અને અન્ય મિત્રોને ઇજા થતા વિપુલકુમાર ઝાલાએ ટ્રક ચાલક વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કયા મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે ચકમક જરી જાણો કેમ?

ProudOfGujarat

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!